વાંકાનેરમાં ધો. 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું સ્થળ બદલાયું

વાંકાનેરમાં ધો. 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું સ્થળ બદલાયું
Spread the love

મોરબી : વાંકાનેર તાલુકામાં આગામી સમયમાં લેવાનાર ધો.12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાના સ્થળમાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સતાવર યાદીમાં જણાવાયું છે કે મોરબી જિલ્લામાં આગામી તા. 5 માર્ચના રોજ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં ધો. 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે મોરબી જિલ્લાના વાંકાનેર કેન્દ્રમાં ચાર બિલ્ડીંગ ફાળવવામાં આવી છે.

જેમાંથી એક શારદા વિદ્યાલય – વાંકાનેરનું બિલ્ડીંગ પરીક્ષા માટે ફળવાયું હતું. પરંતુ તેમાં હવે ફેરફાર કરીને હવેથી પરીક્ષા સ્થળ વાંકાનેરની મો. હે. જે. ગલર્સ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું છે. તેથી, હવે ધો. 12ના પરિક્ષાર્થીઓએ શારદા વિદ્યાલયને બદલે વાંકાનેરની આ ગર્લ્સ હાઇસ્કુલમાં પરીક્ષા આપવાની રહેશે. જેની ધો.12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ અને તેમના વાલીઓએ ખાસ નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20200228-WA0023.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!