અંબાજીમા સાપ આવે એટલે 108ની જેમ દોડી આવતા કમલેશ ચાચુ

સરસ્વતી નદી કિનારે વસેલું શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નું ત્રિવેણી સંગમ એવું જગત જનની મા અંબાનું પ્રાચીન અને પૌરાણીક તીર્થ એટલે જગ વિખ્યાત મહા ધામ અંબાજી ગુજરાત અને ભારત દેશનું યાત્રાધામ તરીકે જાણીતું બન્યુ છે, અંબાજી હાલમા ગ્રામ પંચાયત હસ્તક નો વહીવટ ધરાવે છે. આ ગામ વસ્તીની દ્રષ્ટિએ ઘણુ નાનું હોઈ આ ગામ હજી સુધી નગરપાલીકા બની શક્યું નથી, અંબાજીમા વિવિધ વિસ્તારોમા લોકો વસવાટ કરે છે, અંબાજી આસપાસ નો વિસ્તાર ડુંગરાળ અને પહાડી હોઈ અહીં જંગલી પ્રાણી અને જીવ જાનવર પણ જોવા મળે છે.
અંબાજી આસપાસ ના વિસ્તારો મા સાપ મોટી સંખ્યા મા જોવા મળે છે, આ સાપ ક્યારેક ક્યારેક લોકો ના ઘરો મા આવી જાય છે ક્યારેક ઓફિસ કે દુકાનો મા પણ આવી જાય છે આમ અચાનક સાપ આવી જવાથી લોકો ભયભીત થઇ જતા હતા અને સાપ પકડવા માટે મદારી લોકો નો સહારો લેવો પડતો હતો આ મદારી આ સાપ પકડવા માટે સમયસર આવતા ન હતા અને સાપ પકડવાના રૂપિયા લેતા હતા ક્યારેક સાપ ઝેરી હોઈ જીવ બચાવવાની પણ નોબત ઉભી થતી હતી.
અંબાજી થી 22 કિલોમીટર દૂર રાજસ્થાન મા આવેલા આબુરોડ ગામ થી 2001 ના વર્ષ મા કમલેશભાઈ સાંખલા અંબાજી ખાતે સ્નો વાઈટ લોન્ડરી થી અંબાજી મા ધોબી કામ શરુ કર્યું હતુ ,કમલેશ ભાઈ નો આખો પરીવાર આબુરોડ ખાતે વસવાટ કરે છે પણ તે અંબાજી ખાતે પોતાના બે પુત્રો અને પત્ની સાથે અંબાજી ના ઇન્દિરા કોલોની ખાતે રહે છે. હાલ મા 20 વર્ષ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાંય કમલેશ ભાઈ ધોબી વ્યવસાય સાથે સંકળાયેલા છે પણ તેમને છેલ્લા ઘણા સમય થી અંબાજી ખાતે આવી સાપ અને બીજા ઝેરી જીવો લોકો ના ઘર કે દુકાન આવી જાય તો તેમને પકડી જંગલ મા છોડવા જાય છે.
આમ કમલેશ ભાઈ સાંખલા અંબાજી ખાતે હાલ કમલેશ ચાચુ થી ઓળખાવા લાગ્યા છે ,કમલેશ ચાચુ સાપ નો મેસેજ મળે એટલે પોતાનું બધું કામ પડતુ મૂકી જે તે વ્યક્તિ ના ત્યાં પહોંચી સાપ પકડી ને જંગલ વિસ્તાર મા મૂકી આવે છે તેવો સાપ પકડવાના એક પણ રૂપિયા લેતા નથી અને સમાજસેવા નું કામ કરી લોકો ના જીવ બચાવવાનું કામ કરે છે
લગ્ન મા આબુરોડ હતા ત્યારે અંબાજી સાપ આવતા લગ્ન છોડી અંબાજી આવી ગયા હતા
અંબાજી થી 22 કિલોમીટર દૂર આબુરોડ ખાતે કમલેશ ભાઈ પોતાના કુટુંબ મા લગ્ન હોઈ પરીવાર સાથે નાચગાન કરતા હતા ત્યારે અંબાજી ના જી આઈ ડી સી વિસ્તાર મા સાપ આવતા આસપાસ ના લોકો એ સાપ પકડવા માટે ખુબ પ્રયત્ન કરેલા પણ સાપ ઘર મા ઘુસી જતા કમલેશ ભાઈ ને ફોન કરાતા તેવો પોતાના ઘર નો પ્રસંગ છોડી રાત્રી ના સમયે અંબાજી આવી મહા મહેનત થી સાપ પકડયો હતો
સલુન મા વાળ કપાવવા કરાવવા બેઠા હતા ત્યારે સાપ આવતા પાર્ટી ના ઘરે પહોંચી ગયા હતા
એકવાર કમલેશ ભાઈ અંબાજી મા સલુન મા વાળ કપાવવા માટે બેઠા હતા અને વાળ અડધા કપાઈ ગયા હતા અને ગુલઝારી પુરા મા સાપ આવતા તેવો પોતાના વાળ અધુરા છોડી 108 ની જેમ સાપ વાળી જગ્યા પર પહોંચી જઈ સાપ ને જંગલ મા મૂકી ને બાદ મા સલુન ખાતે ગયા હતા. અંબાજીના લોકો તેમના ખુબ વખાણ કરે છે અને આજ દિન સુધી કોઈપણ લોકો પાસે સાપ પકડવાના રૂપિયા લીધા નથી, અંબાજી મા 108 થી ઓળખાતા કમલેશ ચાચુ લોકસેવા નું કામ કરી ઘણા લોકો ના જીવ બતાવ્યા છે
અત્યાર સુધી 6000 થી વધુ સાપ પકડયા
કમલેશ ભાઈ એ જણાવ્યું હતુ કે હું વિના મુલ્યે સાપ પકડવાની સેવા આપુ છું અત્યાર સુધી મેં 6000 કરતા વધુ સાપ પકડયા છે જેમા 2500 ઝેરી અને 3500 બિન ઝેરી સાપ હતા, સાપ પકડતી વખતે ખુબ ધ્યાન રાખવુ પડે છે નહીં તો જીવ ગુમાવવાનો વારો આવે છે હું હજી પણ આ સમાજસેવા આગળ ચાલુ રાખીશ.