દેડીયાપાડા તાલુકાના સામોટ ગામનો બુટલેગર વિદેશી દારૂના ગુનામાં પાસામાં ધકેલાયો

નર્મદાના દેડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર આરોપી યશવંતભાઈ અજબસિંગ વસાવા (રહે, સામોટ તા.દેડીયાપાડા) દારૂની હેરાફેરી અને વેચાણના ગુનામાં સંડોવાયેલો હતો. તેની સામે નર્મદા પોલીસ દ્વારા પાસાના કાગળો તૈયાર કરી પાસા દરખાસ્ત કરવામાં આવી હતી. પાસા દરખાસ્ત નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ મંજૂર કરતાં યશવંતભાઈ ને એલસીબી નર્મદા દ્વારા તા. 28/2/ 2020 ના રોજ પાસાના કામે ધરપકડ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવતા દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયેલો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા