મોરબીમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં મહિલા સહિત બેની ધરપકડ

મોરબીમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં મહિલા સહિત બેની ધરપકડ
Spread the love
  • અન્ય એક આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી એક શખ્સે તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવની ફરિયાદ ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાની માતાએ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે મહિલા સહીત બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમજ એક શખ્સની શોધખોળ ચાલુ છે.

મોરબીના કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી તેર વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બળજબરીપૂર્વક શાહરુખ હારુનભાઈ કટીયા (રહે. રાજકોટ)એ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કામમાં મોમૈયાભાઈ (ઉ.વ. 20, રહે. વિસીપરા, વાંકાનેર) તથા સોનલ જ્યેન્દ્રભાઈ ચુડાસમા (ઉ.વ. 28, રહે. લીલાપર રોડ, શીતળા માતાજીના મંદિરવાળી શેરી )એ મદદ કરી હતી. આરોપી શાહરુખને સગીરા પર દુષ્કર્મ ગુજારવા માટે સોનલે તેના ઘેર જગ્યા કરી આપી હતી.

મોરબીમા રહેતી સોનલ તથા મોમૈયાભાઈ અને શાહરૂખે દુષ્કર્મના બનાવ બાદ સગીરાને, જો કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ડરી ગયેલી સગીરાએ કોઈને વાત કરી ન હતી. પરંતુ બે માસ પહેલા બનેલા બનાવની જાણ હાલમાં જ પીડિતાની માતાને થતા તેઓ ચોંકી ગયા હતા અને પુત્રી પાસેથી સમગ્ર હકીકત જાણી મોરબી એ.ડીવી.પો. મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે મોમૈયાભાઈ અને સોનલની ધરપકડ કરી છે. તેમજ મુખ્ય આરોપી શાહરુખને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG-20200229-WA0037.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!