હળવદમા ફોરેસ્ટ અધિકારીનો વિદાયમાન સમારોહ યોજાયો

હળવદ: હળવદ શહેરમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં ફોરેસ્ટ અધિકારીનો ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં આરએફઓ,મામલતદાર,પીઆઈ સહિત સહ કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી ભેટ,સોગાત આપી નવજીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હળવદમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ડી,બી ડાંગરનો આજે શહેરમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસેની નર્સરી ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ લોકો હાજર રહ્યા હતા અને નિવૃત્ત થનાર કર્મચારીને ભેટ સોગાદ આપવામાં આવી હતી.
આ તકે જેમાં શ્રી શિયાણી ડીએફઓ રાજકોટ,શ્રી મકવાણા ડીએફઓ સુરેન્દ્રનગર, શ્રી ખાવડીયા એસીઓફ મોરબી,યુવી બાદી, વી. વી. ભીમાણી, પીઆઈ સંદીપ ખાંભલા, રેન્જ ફોરેસ્ટ અધિકારી ટી.એન દઢાણીયા, મામલતદારશ્રી સોલંકી, વી.જે.ભોરણીયા, પી.એમ જાડેજા, સવાભાઈ ડાંગર, દાદભાઈ ડાંગર સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનોએ શાલ ઓઢાડીને બહુમાન કર્યુ હતું તો સાથે સહ કર્મચારીઓએ ભેટ, સોગાત આપી નિવૃત્ત જીવન તંદુરસ્ત તેમજ સ્વસ્થ બને તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : જગદીશ પરમાર