કુકાવાવના દેવગામના સી.બી.એસ. દોશી હાઈસ્કૂલના વિધાર્થીઓનો વિદાય સમારંભ

દેવગામમા આવેલી શ્રીમતી સી.બી.એસ.દોશી હાઈસ્કૂલ ના આંગણે તા.22/02/2020ને શનીવારે શાળા મા અભ્યાસ કર્તા વિધાર્થી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમા દેવગામ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી હિરપરા સાહેબ, વિમલભાઈ દેવાણી, મુકેશભાઈ વડાલીયા તેમજ તમામ શિક્ષિકા બહેનો અને સારીગપુર પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી કાનજીભાઈ સોરઠીયા,ગમારા સાહેબ,બુહાસાહેબ,બોઘાણીસાહેબ.તેમજ પાટ ખીલોરીના શિક્ષક શ્રી ગોહિલ સાહેબ અને બાંભણીયા હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી વિજયભાઈ દેસાઈ,સોવલીયા સાહેબ અને મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ શાળા મા અભ્યાસ કર્તા ધોરણ 8ના વિદ્યાર્થી ને નિમંત્રણ આપી આવકારવા આવ્યાં હતા.કાર્યક્મની શરૂઆત દિપ પ્રગટાવીને કરવામાં અવયો હતો.મંડળના મંત્રી શ્રી જે.કે.પાચાણી.લાવડીયાભાઈ, વિઠ્ઠલભાઈ , શાળાના આચાર્ય શ્રી સુખડીયા અશોકભાઈ,હેરમા સા્હેબે દિપ પ્રગટાવીને કાર્યક્રમ ને ખુલલો મુક્યો હતો.શાળામા વર્ષ દરમ્યાન જુદી-જુદી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ મા સફળતાન મેળવનાર વિદ્યાર્થીઓને ને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધોરણ 9થી12.સુધી પ્રથમ, દ્રિતિય, તૃતીય સ્થાનને સફળ થનાર ને શિલડ આપી સન્માનિત કરવામાં આવ્યા.ધો.11ની વિદ્યાર્થીની બહેને વિદાયની ધારદાર વક્તવ્ય આપ્યું હતું.શાળાના આચાર્ય શ્રી સુખડીયા અશોકભાઈ એ વિદ્યાર્થીઓ ને તેમના ભવિષ્ય માટે સોનેરી સુચનો કર્યા તમને ભવિષ્યમા દેશમાટે જવાબદાર ને પ્રમાણિકને નિષ્ઠાવાન બનવાની હાકલ કરી સારા જવાબદાર નાગરિક તરીકે પોતાની ઓળખ ઊભી કરવાની વાત કરી.મોબાઈલનો સમજ પૂર્વકનો ઉપયોગ કરી શિક્ષણ મા કેમ ઉપયોગ કરવો જોઈએ તેની સમજ આપી સૌને સફળતાની ની શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમનુ સંચાલન ધો.11ની વિદ્યાર્થીની બહેનોએ કર્યુ હતું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી હેરમાં સાહેબ, શૈલેષભાઈ પામાર, ગીરીશ ભાઈ વેગડા, મહેશભાઈ મહેતા, વિપુલ ભાઈ ગજેરા, જીતુભાઈ પાઠકે પુરો સહકાર આપયો હતો ને કાર્યક્રમ ના અંતે ધોરણ12ના વિધાર્થી તરફથી શાળા ને સરસ્વતી ની છબી સમૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવી હતી.હાજર રહેલ તમામને મીઠી મધુરી ભેળનો નાસ્તો અને પ્રમાણપત્ર નુ સૌજન્ય રાજકોટ નીવાસી રાજુભાઈ પુનાતર અને તેમના પરિવાર તરફથી શાળા ને કાયમી દાતા તરીકે દાન જાહેરત કરવામા આવી છે જે ખૂબ જ પ્રશંસા ને પાત્ર છે.અતે સૌ સાથે મળી નાસતો કરી હસતા ચહેરે ને હદયથી વિદાય ની લાગણી સાથે છુટા પડ્યા.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)