દામનગરમાં મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી

દામનગરમાં મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી
Spread the love

દામનગર શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી ૨૮/મી ફેબ્રુઆરી ૨૦૨૦ દામનગર પે.સે.શાળા નં ૧ (ગ્રીન શાળા દામનગર પે.સે.શાળા નં ૧ (ગ્રીન શાળા) મા ૨૮ મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ના દિવસે ભારતીય વૈજ્ઞાનિક ડો.સર સી.વી.રામન ની શોધ રમન અસર થી તેમને નોબેલ પારિતોષિક એનાયત થયુ ડો.સી.વી.રામન ની આ શોધ ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ ઉજવણી બાળકો વિજ્ઞાન શિક્ષણથી અભિભૂત થાય તેનાં ભાગ રૂપે શાળા નાં વિદ્યાર્થિ દ્રારા તેમણે બનાવેલા વિવિધ પ્રોજેક્ટ અને પ્રયોગો વિશે ખૂબ જ સુંદર રજુઆત કરવામા આવી. તેમજ શાળાના એક વિદ્યાર્થીએ ડો.સર સી.વી.રામન નું પાત્ર ભજવી બાળકો સમક્ષ ડો. સી.વી.રામન સર બાળકોની વચ્ચે હાજર હોય તેં રીતે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમ મા શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ વાઘેલા ,સી.આર.સી.શ્રી શૈલેશભાઈ વિસાણી વિજ્ઞાન શિક્ષક આર.ડી.હેલૈયા તેમજ શાળાના તમામ સ્ટાફ અને બાળકો એ ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમ થી તમામ બાળકોને ખૂબ જ સારુ માર્ગદર્શન મળ્યું.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200229-WA0014.jpg

Natvarlal Bhatia

Natvarlal

Right Click Disabled!