એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠક ઘટાડયા બાદ એબીવીપીના આંદોલનના દોર સામે આખરે સરકાર ઝૂકી

સરકાર દ્વારા કરવામાં આવેલ સરકારી ડીગ્રી અને સરકારી પોલીટેકનીક કોલેજોમાં કરેલ સીટ ઘટાડાથી એન્જિનિયરિંગ કોલેજના વિધાર્થીઓમાં રોષ ફેલાયો હતો, જે સંદર્ભે વિધાર્થીઓને યોગ્ય ન્યાય મળે અને સીટનો કરેલ ધરખમ ઘટાડો સરકાર તેના પર ત્વરિત નિર્ણય કરી સીટ પુનઃ વધારવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજયપાલ, કલેક્ટર, ધારાસભ્યો સહિત વિવિધ હોદેદારોને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા તેમજ આવેદનપત્ર પાઠવી તબક્કાવાર આંદોલનનો દોર તેજ બનાવતાં એબીવીપીનું આંદોલન સફળ નિવડ્યું હતું, જોકે એબીવીપી દ્વારા હાથ ધરાયેલ તબક્કાવાર આંદોલન સામે આખરે સરકાર ઝૂકતાં એન્જિનિયરિંગ કોલેજના વિધાર્થીઓ સહિત એબીવીપીના કાર્યકર્તાઓમાં ખુશી વ્યાપી હતી.
તેમજ એબીવીપી દ્વારા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી નિર્ણયની ત્વરિત માંગ કર્યા બાદ જેના પગલે સરકાર દ્વારા રાજ્યની બંધ અને ઘટાડો કરેલ ડીગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાંથી ડીગ્રીની 11 બ્રાંચ શરૂ કરવાનો તેમજ ડિપ્લોમાની 7 બ્રાંચને ફરી શરૂ કરવા સહિત જે ડિપ્લોમા 5 બ્રાંચમાં સીટોનો ઘટાડો કરાયો હતો તે ઘટાડો પાછો ખેંચી સીટો પુનઃ વધારવાનો સરકાર દ્વારા નિર્ણય કરાતાં એબીવીપી આ વિધાર્થીલક્ષી નિર્ણયને આવકાર્યો હતો, તેમજ સરકાર દ્વારા વિધાર્થીના હિતને ધ્યાનમાં રાખીને કરેલ પુનઃ નિર્ણયથી એબીવીપી બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ એન્જિનિયરિંગ કોલેજના વિધાર્થીઓમાં ઉદભવેલ ખુશીનો માહોલ સાથે હરહંમેશ સ્વાગત કરે છે તેમ એબીવીપી બનાસકાંઠા સંયોજક ધવલભાઈ જોષીએ જણાવી સરકાર દ્વારા કરેલ નિર્ણયને આવકાર્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
(લોકાર્પણ દૈનિક)