સરકારી કોલેજ થરાદ ખાતે જાગૃતતાનો કાર્યક્રમ યોજાયો

સરકારી વિનિયન અને વાણિજય કોલેજ થરાદ ખાતે એમસીએક્સ આઈપીએફ પ્રેઝન્ટેશન કોમોડિટી ડેરિવેટિવ્ઝ પર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ વિનિયન અને વાણિજય કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિંમતભાઈ સેંજલીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોમ્બેથી મલ્ટી કોમોડિટી માર્કેટીંગ મેનેજર નૈમિસ ત્રિવેદીની સવિશેષ ઉપસ્થિતિમાં વાયદાના વ્યવહારો તેમજ સેબી અન્ય કોમોડિટી વેચાણ વિષે વિધાર્થીઓને પ્રેજસ્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, આ કાર્યક્રમમાં માર્કેટીંગ મેનેજર નૈમિસ ત્રિવેદી, સરકારી વિનિયન અને વાણિજય કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિંમતભાઈ સેંજલીયા, સાયન્સ કોલેજ પ્રિન્સીપાલ ડૉક્ટર રમેશકુમાર ચોવટીયા, પ્રોફેસર જોરાભાઈ દેસાઈ સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
(લોકાર્પણ દૈનિક)