ધોરણ 12ના છાત્રોનો વિદાય સમારોહ થરાદની જનતા હાઈસ્કૂલ ખાતે યોજાયો

થરાદની જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે ધોરણ 12ના છાત્રોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ શાળાના પ્રિન્સીપાલ નારણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ પૂર્ણ કરી શાળામાંથી વિદાય લઈ રહેલાં વિધાર્થીઓએ શાળાને દક્ષિણારુપે દિવાલ ઘડિયાળ ભેટ આપી હતી, વિદાય લેતા વિધાર્થીઓએ અભ્યાસક્રમ દરમિયાન શાળામાંથી મળેલાં સંસ્કારોની યાદ તાજી કરી શાળા પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ તેમજ શાળા પરિવારે વિદાય લઈ રહેલાં છાત્રોને આગામી દિવસોમાં આવતી બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણ નિવડી શાળા તેમજ ગામ અને સમાજનું ગૌરવ વધારી પ્રગતિના પંથે ઘડતરને ઉજાગર કરતા રહો તેવી અભ્યર્થના સાથે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સીપાલ, શાળાના ગુરૂગણ, વાલીઓ, વિધાર્થીઓ સહિત કર્મચારી મિત્રો સર્વે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
(લોકાર્પણ દૈનિક)