દામનગરના રાભડા ખાતે ડો. આંબેડકર પુસ્તકાલયનું ધારાસભ્ય શ્રી ઠુંમરના હસ્તે ભૂમિપૂજન

દામનગરના રાભડા ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર જ્ઞાનમંદિર પુસ્તકાલયનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી ઠુંમરના વરદહસ્તે કરાયું હતું ડો બાબાસાહેબ આંબેડકર જ્ઞાન ભવન રૂપિયા ૩ના ખર્ચે નિર્માણ થશે રાભડા ગામે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરની ગ્રાન્ટમાંથી બનનાર ડો બાબા સાહેબ આંબેડકર જ્ઞાન મંદિરના ભૂમિપૂજન પ્રસંગે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભઈ ઈસામલિયા, અમરેલી જિલ્લા મહિલા બાળ વિકાસના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, લાઠી તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ રાઠોડ, રાભડા ગ્રામ પંચાયત સરપંચ કાળુભાઈ પરમાર, સદસ્ય રાજુભાઈ કમેજળીયા, હિમતભાઈ મેરુલિયા, જયતિભાઈ મેરુલિયા, રણછોડભાઈ મેરુલિયા, ગોરધનભાઇ પરમાર, પૂર્વ સરપંચ જ્યૂભા ગોહિલ, મુળજીભાઈ પરમાર, હિમતભાઈ માંડવીયા, ધીરૂભાઇ ગોહિલ, ધીરૂભાઇ મેરુલિયા, જગદીશભાઈ પરમાર, હસમુખભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ઈશ્વરભાઈ મેરુલિયા, ખીમજીભાઈ મેરુલિયા, ભીખાભાઈ પરમાર, ગોવિંદભાઈ ધાધલ, નરેશભાઈ ડોંડા સહિત અનેકો ગ્રામજનોની વિશાળ હાજરીમાં ભવ્ય ભૂમિપૂજન કરાયું હતું. પધારેલ મહાનુભવોનું બાળાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. દીપપ્રાગટય કરી ભીમ વંદના સાથે મહાનુભવો નું સ્થાનિક અગ્રણી ઓ દ્વારા શાલ અને પુષ્પહાર થી સન્માન કરાયું હતું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા