ઉપલેટા તાલુકા અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર આંદોલન દરમ્યાન થયેલાં પોલીસ કેસો પરત ખેંચવા માટે આવેદન

ઉપલેટા તાલુકા અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર આંદોલન દરમ્યાન થયેલાં પોલીસ કેસો પરત ખેંચવા માટે આવેદન
Spread the love

પાટીદાર સમાજ નાં યુવાનો દ્વારા તેમનાં સમાજ નાં વિદ્યાર્થી આને શિક્ષણ અને સરકારી નોકરી ઓમાં થતાં અન્યાય ને લઈને અનામત ની માંગ સાથે વર્ષ 2015 મા સરકાર ને અનેક લેખીત મૌખીક રજુઆતો કરેલ આ રજુઆત સંદર્ભે સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતાં તે રજુઆત સમગ્ર રાજ્યમાં આંદોલન નો માર્ગે આ આગળવધી આ દરમ્યાન સરકાર દ્વારા આંદોલન ને દબાવવા માટે થઇ અનેક નાનાં મોટાં ગુના નોંધી આંદોલન કારી ઓ તથા અનેક નિર્દોષ લોકો પર કેસો દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા.  સમગ્ર રાજ્યમાં આંદોલન નો જુવાળ વધું તેજ બન્યો અને આખરે પાટીદાર યુવાનોની માંગ વ્યાજબી લાગતાં સરકારે બીન અનામત વર્ગમાં આવતાં સવર્ણો ને દસ ટકા અનામતની જાહેરાત કરવી પડી અને આંદોલન કારી યુવાનોની માંગ સ્વીકારવી પડી.

આ ઘટના દરમિયાન અનેક વખત સમાજનાં શ્રેષ્ઠીઓને સાથે રાખીને સરકારે આંદોલન કારી સાથે વાટાઘાટો અને વાતચીત કરેલ એ દરમ્યાન સરકાર માંથી મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી તથા રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા આંદોલન સંદર્ભે થયેલાં કેસો પરત ખેંચવાની સમજનાં શ્રેષ્ઠીઓ અને મીડીયા સમક્ષ જાહેર કરી હતી અને ચુંટણી ઓ દરમ્યાન નાનાં મોટાં ઘણાં કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવીયા છે પરંતુ હજું પણ ઘણાં બધાં જીલ્લાઓમાં આંદોલન કારી અને નિર્દોષ ભોગ બનનાર પર જે કેસો થયાં છે તે કેસો હજું પણ ખેંચાયા નથી જેથી કોર્ટ કચેરીનાં ધક્કા ખાવાં પડે છે.

વાટાઘાટ વખતે જે કેસો ખેંચવાની વાત સરકાર દ્વારા થઈ હતીં તે હજું કેસો ખેંચાયા નથીં જેથી પાટીદાર અનામત આંદોલન સમિતિ ઉપલેટા દ્વારા આજરોજ ઉપલેટા નાં મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું અને આ જે કેસો આંદોલન કારી ઓ પર થયેલાં છે તેને તાત્કાલિક કેસો પરત ખેંચવા માં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને પાટીદારો ઉપર થયેલાં કેસ પાછાં ખેંચો નહીંતર સતા ઉપર થી રાજીનામું આપો એવાં સુત્રોચ્ચાર કરવામાં આવેલ.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200302-WA0000.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!