અમરેલી ડૉ.આંબેડકર યુવાગૃપ દવારા અનુ. જાતી સમાજના તેજસ્વી તારલાનું સન્માન સમારોહ

અમરેલીના ચકરગઢ રોડ ઉપર બી.કે. ટાંકના ડેલા પાસે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે આજરોજ બહારપરા ના ડૉ. આંબેડકર યુવાગૃપ અમરેલી દવારા અનુસુચીત સમાજના તેજસ્વી તારલા ઓને ઉતરોતર પ્રગતી કરી સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારી ને શૈક્ષણીક જ્યોત જગાવે તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લાના તેજસ્વી તારલા ઓનું બહાર પરા ડૉ. આંબેડકર યુવા ગૃપ દવારા સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સોરઠના સાવજ એવા બહુજન સાહીત્યકાર કી. વિરાલભાઈ કાથડ તેમજ માન. શ્રી કે. બિ. બાવરીયા સાહેબ રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા અમરેલી નગર પાલીકા પ્રમુખ જયંતીભાઈ રાણવા કૌશીકભાઈ પરમાર ભાણજીભાઈ બગડા દિવ્યેશ ચાવડા સહિત બહોળી સંખ્યામા લોકોની ઉપસ્થીતી જોવા મળી હતી.
રિપોર્ટ : જય અગ્રાવત (અમરેલી)