ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયા આંકડા, બે વર્ષમાં લૂંટ 2451 બનાવો બન્યા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયા આંકડા, બે વર્ષમાં લૂંટ 2451 બનાવો બન્યા
Spread the love

ગાંધીનગર વિધાનસભામાં યોજાઈ રહેલા બજેટ સત્રમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. એક બાજુ સરકાર દ્વારા મહિલા સલામતીના દાવા કરવામાં આવે છે ત્યારે વિધાનસભામાં સરકારે પ્રસ્તુત કરેલા આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજના 3-4 બળાત્કાર થયા છે. આ આંકડાઓમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા ખૂન, લૂંટ, ધાડ, ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, ઘરફોડ ચોરીના આંકડાઓનો સમાવેશ થાય છે. આ આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે.

રાજ્યમાં બે વર્ષમાં ખૂનની 2034 ઘટનાઓ ઘટી છે જ્યારે ધાડના 559 બનાવો બન્યા છે, રાજ્યમાં ચોરીના 25723 કેસ નોંધાયા છે, જ્યારે 2720 બળાત્કારો થયા છે, આ ઉપરાંત અપહરણના 5897, આત્મહત્યાના 14702, ઘરફોડ ચોરીના 7611 બનાવો બન્યા છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિત્તાર આ આંકડાઓ પરથી મળી શકે છે. આ આંકડાઓ મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 2034 ખૂન થયા છે. જેમાં રોજના 3-4 ખૂનના બનાવો બન્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના ગુનાઓને દેશમાં ખૂબ વગોવામાં આવે છે ત્યારે ગુજરાતની આ સ્થિતિ પણ ગંભીર હોવાનો સંકેત છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

IMG-20200302-WA0085.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!