પત્રકારોની સામે પડેલા આલિયા-માલિયા-જમાલિયાઓથી શું પત્રકારો ડરી જવાના ?

Spread the love
  • લોકોના જીવ જોખમે મૂકી અને ગેરકાયદેસર બાંધકામો કરતાં સ્વાર્થી ને પૈસા માટે બચાવવા નીકળી પડેલા અને પત્રકારોની સામે પડેલા આલિયા માલિયા (કરુણેશ રામપરિયા) જમાલિયા ઓથી શું પત્રકારો ડરી જવાના ?

કહેવાય છે કે ગેરકાયદેસર બાંધકામો કરતા લોકો પાસેથી પૈસા લઇ અને પત્રકારો સાથે સેટીંગ કરાવવા નીકળેલા કરૂણેષ રામપરિયાને જ્યારે પત્રકારોએ સેટિંગનિ ના પાડેલ અને કહેલ કે આ બાંધકામને તોડવાનો ઓર્ડર તેમજ સિલ મારવાનો ઓર્ડર સુડા દ્વારા નીકળી ગયો છે માટે આમાં કોઈ પણ જાતનું કાંઇ સેટિંગ થઈ શકે તેમ નથી અને અમારે બિલ્ડર પાસેથી ખોટા પૈસા લેવા નથી અને અમે જ ફરિયાદી છીએ એટલે આ ભાઈને લાગ્યું કે આપણો પ્લાન ફેલ થવાની તૈયારીમાં છે અને બિલ્ડર પાસેથી એક રૂપિયો પણ હું લઇ નહીં શકું માટે બધો દોષનો ટોપલો પત્રકારો ઉપર ઢોળી દીધો કરુણેશ રામપરીયા દ્વારા જે ભારત દેશના તમામ સાપ્તાહિક પત્રકારોને ભાંડવામાં આવેલા તે અંગે તમામ પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ ભાઈ પોતે જાણે મોટા ડોન હોય તેવી રીતે પત્રકારોના કપડાં ફાડી અને માર પત્રકારને મારવામાં આવેલ અને ન છાજે તેવી ગાળો ફેસબુક ઉપર બોલતા હોય તેવું જોવા મળે છે અને આવી ગાળો બોલી અને પોતે કેવો સંસ્કારી છે તેવું જાહેર કરે છે.

કરુણેશ રામપરિયા અંગે બિલ્ડર લોબીમાં ચર્ચાઇ રહ્યું છે કે કરુણેશ રામપરયા પેલા પત્રકારોને બિલ્ડરોનિ માહિતી આપે છે અને જણાવે છે કે તમે આર.ટી.આઈ કરો અને તમારા છાપામાં છાપો આવા ભ્રષ્ટાચારીઓને છોડવા ન જોઇએ તેવું કહી પત્રકારોને આગળ રાખી બિલ્ડરો પાસેથી પોતે જ પૈસા પડાવતો હોવાનું બિલ્ડરો ચર્ચી રહ્યા છે બિલ્ડરો સાથે બેસી અને બિલ્ડરોના પીઠમાં ખંજર ભોંકનાર આવા દલાલોને હરગિજ છોડવામાં નહીં આવે તેવું બિલ્ડર લોબીના અમુક લોકો ચર્ચી રહ્યા હતા કરુણેશ રામપરિયાની આજે ખુદ બિલ્ડર લોબી દ્વારા જ પોલ ખોલી નાખવામાં આવેલ અને કેટલાક ગેરકાયદેસર બાંધકામ છે તે અંગેની માહિતી ખુદ બિલ્ડર( કરુણેશ રાણપરિયા જેનિ દલાલી કરવા નીકળ્યો હતો)તે બજરંગભાઈ દ્વારા જ ભાંડો ફોડવામાં આવેલો અને તે પણ લેખિતમાં બજરંગભાઈ દ્વારા સ્વીકારવામાં આવેલું કે મારું બાંધકામ ગેરકાયદેસર છે તેમજ સુરત શહેરના મોટાભાગના બાંધકામમાે ગેરકાયદેસર છે.

આ અંગે પત્રકારોને ભાંડનારો શું કહેશે ?ગેરકાયદેસર બાંધકામો કરનારા દ્વારા એવું પણ ચર્ચાઇ રહ્યું હતું કે રામપરયા દ્વારા એક ટ્રસ્ટ બનાવવામાં આવેલું છે આ ટ્રસ્ટના નામે ગેરકાયદેસર બાંધકામ કરતાં વ્યક્તિઓ પાસેથી ડોનેશન માંગવામાં આવે છે અને તેની પહોંચ પણ આપવામાં આવતી નથી અને આ કરુણેશ રામ પરિયા ખૂદ જ પત્રકારોને અમારી પાસે લાવે છે અને પત્રકારોના નામે પણ પોતે જ પૈસા લઈ જાય છે અને હવે પત્રકારો આનું નહીં માનતા આ બધી બબાલ ઉભી થયેલ છે તેવું બિલ્ડર લોબીમાં ચર્ચાઇ રહ્યું છે.

આ અંગે સુરત શહેરના પત્રકારો દ્વારા કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ આવનારા દિવસોમાં દરેક જિલ્લા વાઇઝ કરુણેશ રામપરિયા પર ફરિયાદ કરવાનું પત્રકારોએ નક્કી કરેલ છે કરુણેશ રામપરિયા દ્વારા જે પત્રકારોના વિઝિટિંગ કાર્ડ બતાવવામાં આવેલ તે પરથી લાગે છે કે તેને ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં ફરક હોય તેવું સમજી શકતો નથી અને કોઇ પત્રકારે કેવી રીતે પૈસા લીધા તેની પણ માહિતી આ દલાલ આપી શક્યો નથી.

પત્રકાર મિત્રો આપ સૌને જણાવવાનું કે ક્યાં સુધી સહન કરીશું..? કોઈ એક લુખ્ખો કે ટપોરી આખા પત્રકાર જગત ને ભાંડે..? બધાને તોડ તાડીયા કહે..? આવી ગાળ્યો કયા સુધી ખાશું..? આવું અપમાન ક્યાં સુધી સહન કરીશું..? કોઈ એકલ દોકલ પત્રકાર ભૂલ કરે,તો આપણે તેને સહકાર નથી આપતા,કારણ કે એ સુધરે..

ભૂલ કરનાર ને સહકાર નથી આપતા એનો અર્થ એ નથી,કે પત્રકારોમાં ત્રેવડ નથી.પત્રકારો નું મૌન લુખ્ખાઓ નું પ્રેરક બળ બની રહ્યું છે.
સુરત કુંભારીયા વિસ્તાર માં એક ગેરકાયદેસર બાંધકામ સામે કરેલી અરજીઓ કે તેના વિરુદ્ધ બનાવેલા સમાચારો શું ગેરકાયદેસર છે..? શું જે બિલ્ડિંગ સામે આંગળી ચિંધાઈ રહી છે, તે કાયદેસર છે..? શાસક અને વિપક્ષ ની ભૂમિકા આખું સુરત જાણે છે.અધિકારીઓ કે પદાધિકારીઓ પાસે દરેક બિલ્ડરો મુંડન કરાવવા જાય છે,આં સત્ય હકીકત છે.

કોઈને ગેરકાયદેસર કામ કરવું નથી,પણ વહીવટી તંત્ર નાં પાપે આં બધુજ ચાલે છે.ગેરકાયદેસર બાંધકામ કરનાર અને પત્રકારો ને સમ સામે કરવાનું પાપ સુડા ના ભ્રષ્ટ બાબુઓ એ કર્યું છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ હોવાના પુરાવા તેને આપવામાં આવેલી નોટિસો છે,તેને સિલ મારવાનું કામ ન છૂટકે સુદાએ કરવાની ફરજ પડી છે..આં ફરજ પાડનાર પત્રકારો કે અરજદારો છે.

આમા પત્રકારે ખોટું શું કર્યું..? ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજી કરવી એટલે ખંડણી કહેવાય..? ગેરકાયદેસર ની પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવવો એ દેશ દ્રોહ કહેવાય..? ગેરકાયદેસર બાંધકામ ના સમાચાર બનાવવા એ શું ગુનો છે..? તો પોલીસ કેસ કરો,અથવા લાંચ રૂશ્વત વિભાગ ને જાણ કરી પકડાવી દયો..પણ સિલીંગ સમયે કોઈ એક પત્રકાર ને મારવો અને મોટા કોઈ ચંબલ ના ડાકુ જેવા ડાયલોગ બોલવા, પત્રકાર જગતને બદનામ કરવું, આક્ષેપો કરવા,કેટલું વ્યાજબી છે..

અમે ગુજરાત ભરના પત્રકારો નું સંગઠન ચલાવીએ છીએ,કોઈ ગુન્હેગાર પત્રકાર ને મદદ કરતા નથી,કે તેનું સમર્થન કરતા નથી.પણ શું ૩૪ પત્રકારો મા બધાજ તોડ તાડ વાળા છે..? બધાની વિરુદ્ધ તમારા પાસે પુરાવા છે..?તો પોલીસ ને પુરાવા આપી ફરિયાદ કરો,કોઈ ને ગાળ્યો ભાંડવા થી પ્રશ્ન ઉકલી નથી જવાનો.

શું આં વિડિયો વાયરલ કરી પત્રકારો ને બદનામ કરનાર લુખ્ખો,ટપોરી તમારું ગેરકાયદેસર બાંધકામ બચાવી દેશે..? એ કાયદેસર કરાવી દેશે..? કે પછી આવા નિવેદનો આપી વહેલું પડાવી દેશે..? વિડિયો મા ટપોરી કહેતો હતો કે ૪ લાખ તો લઈ ગયા. ભાઈશું કામ આપ્યા..? ધર્માદો કર્યો..? કે પુછડી દબાતી હતી..? ગેરકાયદેસર કામ સામે અવાજ ઉઠાવવો એ તો પત્રકારો ની પ્રમાણિક ફરજ છે.

એ વિડિયો વાયરલ કરનાર લુખ્ખો હવે નિવેદન આપે એટલે દરેક જિલ્લામાંથી ફરિયાદો દાખલ થશે..દરેક જિલ્લા નાં પત્રકારો ફરિયાદી બનશે.. નમાલા શાસકો નાંપાપે આવા ટપોરીઓ બેફામ બન્યા છે..એને સુધારી ઠેકાણે પાડવા પત્રકારો ની કલમ અને કેમેરા કાફી છે. બે ત્રણ દિવસ ધીરજ રાખી સમગ્ર પ્રકરણ નો અભ્યાસ કર્યો..તો વહીવટી પ્રક્રિયા ની નોટિસો મળી આવી.

ક્યારેય ચંબલ નાં ડાકુ થી પણ પત્રકાર ફાટી પડ્યો નથી,પત્રકાર નું કામ લડવા કેં જગાડવા નું નથી,સમાચારો બનાવવાનું છે..અમારા સંગઠન નોંકોઈ પત્રકાર આ કિસ્સામાં તોડ તાડ મા નથી.છતાં ગુજરાત ના પત્રકારો ને એક કરી રાજ્ય વ્યાપી સંગઠન બનાવી રહ્યા છીએ ત્યારે,પત્રકારો ને સંકટ સમયે પડખે ઉભા રહેવાનું અમારું કમીટમેંન્ટ છે.

આં શબ્દો એક પત્રકાર તરીકે મને ન શોભે પરંતુ ત્રણ દિવસ થી જાણ્યે ગુજરાત ભરના પત્રકારો ચોર હોય,ખંડણી ખોર હોય,તોડ તાડીયા હોય,આવો માહોલ બનાવવા નો પ્રયાસ થઇ રહ્યો છે.પ્રયાસ કરનાર કોઈ હરિશ્ચંદ્ર ના ગાડા માથી પડી ગયેલો વ્યક્તિ નથી..ગેરકાયદેસર બાંધકામ કરનારો છે..ધીરે ધીરે એમના સમર્થન મા નવા લોકો ઉમેરાઈ રહ્યા છે…તો પછી ગુજરાત ભરના પત્રકારો ની પણ પ્રમાણિક ફરજ છે. આ કિસ્સા મા જે લીસ્ટ જાહેર કર્યું છે,તેમાં મોટાભાગના નિર્દોષ પત્રકારો પણ છે..

સુડા ના અધિકારીઓ એ આપેલું લીસ્ટ છે,અધિકારીઓ બિલ્ડરો ને લૂંટવામાં બાકી રાખતા નથી,અને મફતમાં મદદ પણ કરતા નથી, ગેરકાયદેસર બાંધકામ થયું જ તેની કૃપાએ છે.અને બચાવવા માટે હપ્તા લઇ આટલો સમય ખેંચ્યો છે..સુડાના આં ભ્રષ્ટ બાબુઓ ને પણ પત્રકાર એકતા સંગઠન નો પડકાર છે.પાછળ પડશું ને તો ધોતિયા ઢીલા થતાં વાર નહિ લાગે.. સાન મા સમજી જાવ..

જરૂર પડ્યે સંગઠન નો આદેશ થાય એટલે દરેક જિલ્લામાં એક એક ફરિયાદ આં વિડિયો વાયરલ કરનાર લુખ્ખા સમેં કરવા તેમજ સુરત ખાતે ઉમટી પડવા હાકલ થશે..તંત્ર પણ તૈયારી રાખે. આ નમાલા નેતાઓ ના કારણે જંગલ રાજ ના દર્શન થઈ રહ્યા છે.રૂપાણી સાહેબ કાઇક ગંભીર બનો તો સારું નહીં તો વિદાય ની વેળા ક્યારે આવે તે નક્કી નથી..

સપાટો બોલાવો,અધિકારી રાજ માથી પ્રજાને મુક્ત કરો અને રૂપાણી રાજ ના લુખ્ખાઓ ને દર્શન કરવો..અત્યારે તાળીઓ પાડે છે,એ મરશિયા ગાશે એ દિવસો દૂર નથી…

લી.
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન
ગુજરાત

 

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Admin

Manoj

9909969099
Right Click Disabled!