સુરતની TikTok સ્ટાર કિર્તી પટેલની ધરપકડ સોશિયલ મીડિયાની માથાકુટ પડી ભારે

સુરતની TikTok છોકરી કિર્તી પટેલ છેલ્લાં કેટલાંક સમયથી સતત ચર્ચામાં આવી રહી છે. તે અગાઉ પણ ઘુવડ મામલે ચર્ચામાં આવી હતી પછી ઘોડે બેસીને યુવાન આવે છે એ મામલે વિવાદમાં આવી હતી અને હાલમાં તેણે ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરી છે. પોલીસે કલમ 307નાં ગુનામાં કિર્તીની ધરપકડ કરી છે.
પુણા પોલીસે કિર્તી પટેલ અને તેના સાગરિતની ધરપકડ કરી છે. કિર્તી પટેલની હત્યાનાં પ્રયાસનાં કેસમાં ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર રઘુ ભરવાડ નામના યુવક સાથે છેલ્લાં કેટલાંક દિવસથી તેને માથાકૂટ ચાલતી હતી. જે બાદમાં કિર્તી પટેલે ટિકટોક પર તેને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ રઘુ ભરવાડ પર હુમલો પણ થયો હતો. ત્યારે અંતે આ કેસમાં કિર્તી પટેલની ધરપકડ કરવામાં આવી.
અગાઉ વન વિભાગે કિર્તીને દંડ ફટકાર્યો હતો
ટિકટોક સ્ટાર કિર્તી પટેલનો ઘુવડ સાથેનો એક વીડિયો અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને કારણે કિર્તીનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે તેને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે વીડિયો ઉતારનાર યુવકને પણ 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.