સુરેન્દ્રનગરના સફાઈ કામદારોને કચરા માટે હાથલારી તથા ડબ્બાનું વિતરણ

સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર ના નાગરીકો સ્વસ્થ અને સ્વચ્છ રહે તેના માટે સુરેન્દ્રનગર નગરપાલિકા ૮ ઝોન માં દરેક ઝોન દીઠ ૧૦ હાથલારી અને તેની સાથે ૪૦ પ્લાસ્ટિક મોટા ડબ્બા સફાઇ કામદારો ને ગટર સફાઇ માટે તેમજ કચરો ઉપાડવામાં માટે આપવામાં આવીયા આમ સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપર ના સેનીટેસન ના ૮ ઝોન આવેલા છે એ તમામ ઝોન માં કુલ હાથલારી ૮૦ નંગ અને પ્લાસ્ટિક મોટા ડબ્બા નંગ ૩૨૦ સફાઇ કામદારો ને વીતરણ કર્યા. આમ અગાઉ ૮ ઝોન ના સફાઇ કામદારો એ સેનેટરી ઇન્સપેક્ટર વીજયભાઇ સોંલકી અને કેતનભાઇ શાહ ને અવાર નવાર રજુઆત કરી હતી.
અને તેમને સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા સેનીટેસન ચેરમેન બચુભાઇ વેગડ તેમજ ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ને રજુઆત કરી. તેના અનુસંધાને આજરોજ આ ડબ્બા તેમજ લારી નુ વીતરણ કરવામાં આવીયુ હતુ આ વીતરણ થી તમામ ઝોન ના સફાઇ કામદારો એ હર્ષ ની લાગણી અનુભવી હતી. તેમજ ઘણા ટાઇમ થી માંગણી હતી તેનુ નિરાકરણ આવ્યુ હતુ આજરોજ દરમ્યાન નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાની હાજરીમાં વીતરણ કાર્યક્રમ યોજાયો હતો. તે સમય ની તસ્વીરો નજરે પડે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા કેતનશાહ વીજયભાઇ સોંલકી રાહુલ મોરી જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)