ઉપલેટામાં પી.આઈ. લગારીયા દ્વારા રોમીયાઓની આગવી ઢબે સરભરા

ઉપલેટાની વલ્લભ વિદ્યાલય,ભોગો કન્યા છાત્રાલય,સરદાર સોસાયટી મંડપ રોડ,શગુન હાઈટ્સ,ટ્યુશન ક્લાસ સહીત વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રોમિયોગીરી માજા મૂકી હતી તેમાયે હાલમાં બોર્ડની પરીક્ષાને કારણે ટ્યુશન ક્લાસો કે શાળાએ આવતી જતી વિદ્યાર્થીઓને કેટલાક આવા તત્વો આવા સ્થળ ઉપર મોટરસાયકલ રાખી અડો જમાવી નિર્દોષ વિધ્યાર્થીઓને છેડતી કરે બિભત્સ ચેનચાળા કરે તેમની પાછળ પાછળ મોટર સાઈકલો ચલાવી હેરાન પરેશાન કરે તે બાબતે વિસ્તારના આગેવાનોએ ઇન્ચાર્જ પી.આઈ. લગારીયાને ફરીયાદ કરતા તેઓ તુરતજ વિસ્તારમાં જઈને રોમિયાઓ ઉપર ધોસ બોલાવી પકડી પાડી તેમજ આગવી ઢબે સરભરા કરતા આવારા તત્ત્વો ભો ભીતર થઈ ગયા હતા અને તેમણે ખાતરી આપેલ રોમીયોગીરીને ઠામવા શહેરમાં ચાલુ રહશે તેમાં ગમે તેવા સંબંધીઓને પણ છોડવામાં નહીં આવે પોલીસની આવી કામગીરીને શહેરભરમાં સારાહના થઈ રહી છે. આ કામગીરીમાં રિસ્તા ડીસ્ટાફના દેવાયતભાઈ કાલોતરા, નિલેશભાઈ ચાવડા, દિનેશભાઈ ગોંડલીયા, ગગુભાઈ ચારણ યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઈ રગીયા, વિશાલભાઈ હુંણ સહિતના સાથે રહ્યા હતા.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)