શિયાળબેટના નર્સ બહેનને ગુજરાત સરકારશ્રીનો ત્રીજી વખત એવોર્ડ

જાફરાબાદ તાલુકાના બાબરકોટ પ્રા. આ. કેન્દ્ર. શિયાળબેટના નર્સ બહેન કાજલબેન રાઠોડ ને ગુજરાત સરકાર દ્વારા ત્રીજી વખત આરોગ્યની મિશન ઇન્દ્ર ધનુષની સારામાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડ માંનનીય શ્રી અધિક નિયામક સાહેબના હસ્તે મળેલ છે.શિયાળબેટ ગામ અંતરિયાળ ગામ હોય, જે દરિયા વચ્ચે આવેલ હોય, જેમાં બોટમાં બેસીને જવું પડે છે, ત્યાં કાજલબેન રેગ્યુલર કામગીરી કરે છે અને પ્રથમ વખત તેમને ઓગસ્ટ ૨૦૧૮માં ટેકોમાં સારી કામગીરી બદલ માંનનીય મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા હસ્તે એવોર્ડ મળ્યો હતો.
બીજી વખત તેમને ઓગસ્ટ ૨૦૧૯ માં વાયુ વાવાઝોડા માં અંતરળિયાલ ગામમાં સારામાં સારી સેવા આપવા બદલ માંનનીય મંત્રી શ્રી સૌરવ પટેલ ઉર્જામંત્રીશ્રીના હસ્તે એવોર્ડ મળ્યો હતો.અને ત્રીજી વખત ૨૯/૨/૨૦૨૦ ના ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક સાહેબ શ્રી શંભુજી ઠાકોરના હસ્તે મિશન ઇન્દ્ર ધનુષની સુદ્રઢ કામગીરી કરવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો. જે એક જાફરાબાદ તાલુકા હેલ્થ કચેરી માટે અને બાબરકોટ પ્રા.આ.કેન્દ્ર માટે ગૌરવની વાત છે,સાથો સાથ તાલુકા હેલ્થ ઓફિસર અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ સારી એવી શુભેચ્છા પાઠવેલ છે અને બાબરકોટ મેડિકલ ઓફિસર શ્રી અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.