ઘુમાસણ : ખેતરમાં પાણી વાળવાની મજૂરીના પૈસા માંગતા બે ઈસમોને માર મરાયો

- ખેતરમાં પાણી વાળવાની મજૂરીના પૈસા માગતા બે ઈસમોને માર મરાયો
કડી તાલુકાના ઘુમાસણ ગામમાં બે ઈસમોએ ખેતરમાં પાણી વાળવા ની મજૂરી આપ્યા પછી ખેતરમાં પાણી વાળવા જઈસુ તેવી વાત કરતા બે ઇસમોને ગામનાજ ઈસમોએ ઢોર માર મારતાં બન્ને ઘાયલ ઇજાગ્રસ્તોને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવ્યા અનુસાર ફરિયાદી ઠાકોર ગણેશજી ધીરાજી અને તેમનો ભાઈ ગામના જ જયપાલજી કુંવરજી ઠાકોર ના ખેતરમાં એક દિવસ પાણી વાળવા ગયા હતા પરંતુ આરોપીઓએ મજૂરી ના પૈસા ના આપતા તેઓ બીજા દિવસે આરોપીના ખેતરમાં પાણી વાળવા ગયા નહોતા.
જેથી આરોપીઓએ ગણેશજી ઠાકોર ને ખેતરમાં પાણી વાળવા જવાનું કહેતા ફરીયાદીએ મજૂરી ના પૈસા આપી દો ત્યાર બાદ પાણી વાળવા જઈશું તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરીયાદી અને તેના ભાઈને લાકડી વડે તેમજ ગડદા-પાટુ નો માર માર્યો હતો અને પોલીસ સ્ટેશને જાણ કરી તો જાણ થી મારી નાખવાની ધમકી આપી ફરાર થયી ગયા હતા.ઇજાગ્રસ્ત ફરીયાદી અને તેના ભાઈને નંદાસણ પોલીસ મથકમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોકટરોએ ફરીયાદીના જમણા પગમાં ફેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. નંદાસણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીઓ
- જયપાલજી કુંવરજી ઠાકોર
- વિજયસિંહ પ્રવિણજી ઠાકોર
- કુંવરસિંહ રણછોડજી ઠાકોર
- ગીતાબેન કુંવરજી ઠાકોર
તમામ રહે.ઘુમાસણ