ઝાયડસે ફેટી લિવરમાં થતા NASHની સારવાર માટેની વિશ્વની પ્રથમ દવા શોધી

Spread the love

અમદાવાદ,
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈÂન્ડયાએ નોન-સીરોટીક નોન-આલ્કાહોલીક સ્ટીએટો-હીપેટાઈટીસની સારવાર માટે અગ્રણી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડીલાની નવી ડ્રગ એÂપ્લકેશન સારોગ્લીટાઝરને મંજૂર કરી છે. એનએએસએચએ લીવરનો એવો પ્રોગેસીવ રોગ છે જે લીવરમાં નોન-આલ્કોહોલીક ફેટી લીવર ડીસીઝ(એનએએફએલડી) તરીકે જાણીતા ફેટનાં જમાવડાથી થાય છે. આ Âસ્થતિ સીરહોસીસ અને લીવર ફેલ્યોરમાં પરિણમે છે.
આ એક હજી સુધી ન પહોંચી વળાયેલી મેડિકલ જરૂરિયાત છે. કારણ કે સમગ્ર વિશ્વમાં એનએએસએચની સારવાર માટે મંજૂર થયેલી કોઈ દવા નથી. વિશ્વની વસ્તીના ૧૦ ટકાથી ૩૦ ટકા લોકોને આ રોગ થાય છે, જ્યારે ભારતમાં તેની ટકાવારી ૨૫ ટકા છે. એનએએસએચ હીપેટાઈસીસ-સી અને આલ્કોહોલીક લીવર ડીસીઝ પછી સીરહોસીસ માટે સૌથી વધારે જવાબદાર છે. લીવર ફેલ્યોરની Âસ્થતિમાં એડવાન્સ સીરહોસીસને નિયંત્રણમાં રાખવા માત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટનો જ વિકલ્પ બાકી રહી છે.
આ અંગે વાત કરતા ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલે કÌšં કે અમને જણાવતા આનંદ થાય છે કે એનએએસએચ સાથે જીવતા દર્દીઓ માટે નોવેલ ડ્રગ શોધવાના અને વિકસાવવાના પ્રયાસો સફળ થયા છે. જે સમગ્ર વિશ્વમાં હેલ્થકેર ક્ષેત્રે ન પહોંચી વળાયેલી જરૂરિયાતો સામે મહત્વનું પગલું છે. સારોગ્લીટાઝાર ભારતમાં એનએએસએચથી પીડાતા લાખો દર્દીઓને નવી આશા અને નવું જીવન પુરું પાડશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!