બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા એકનું મોત, ચારને ઇજા

ગોંડલ,
ગુનાખોરી માટે કુખ્યાત બનેલા શહેરનાં વોરાકોટડા રોડ પર રાત્રીના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ બનાવમાં વોરાકોટડામાં રહેતા ભરવાડ જગદીશભાઇ બટુકભાઈ ઠુંગા, અનિલભાઈ મયાભાઇ બતાળા, દિપાભાઇ સેલાભાઇ નિનામા અને ઇલ્યાસ નુરમામદ સવાણ અને અકબર ઇબ્રાહીમભાઇ સુમરાને ઇજા પહોંચતા સિવિલ હોÂસ્પટલ ખસેડાયા હતા. જેમાં ઇલ્યાસ તથાં અકબરબાઇને વધું ઇજા હોય રાજકોટ ખસેડાયાં હતાં. રાજકોટ ઈલ્યાસ નૂરમામદભાઈ સવાણ (ઉ.વ.૪૦)નું મોત થયું હતું. આથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
હોÂસ્પટલમાં ખસેડાયેલાં જગદીશભાઇએ જણાવ્યું હતું કે, પોતે બાઇક લઇ ગોંડલથી વોરાકોટડા જઇ રહ્યા હતા ત્યારે રોડ ઉપર ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો. જ્યારે અનિલભાઈએ જણાવ્યું હતું કે, પોતે બાઇક લઇ વાડીમાંથી આવી રહ્યો હતો ત્યારે ટોળા દ્વારા પથ્થમારો થતા ઇજા થઇ હતી. દિપાભાઇ તેનાં ફઇબાને ઘરે ગયો હોય પરત ફરતી વેળાએ ટોળાનો નિશાન બન્યો હતો.
બન્ને જૂથ વચ્ચે સામસામી પથ્થરબાજી થઇ હોય રોડ ઉપર ઇંટ-પથ્થરો નજરે પડ્યા હતા. બે બાઇકમાં અને એક કેબીનમાં પણ તોડફોડ થઇ હતી. બનાવનાં પગલે સિટી પોલીસ, તાલુકા પોલીસ, એલ.સી.બી, એસ.ઓ.જી., ઉપરાંત જિલ્લા પોલીસ વડા બલરામ મીણા વોરાકોટડા રોડ પર દોડી ગયાં હતાં અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ચર્ચાતી વિગતો મુજબ અથડામણ વેળાએ ફાયરિંગ થયા હતા. પરંતુ ફાયરિંગ થયાની વાતને પોલીસ નકારી રહી છે. સુત્રો અનુસાર સાંજે થયેલી બોલાચાલી રાત્રીના જૂથ અથડામણમાં પલટાઇ હતી. રાજકોટ ખાતે ઈલ્યાસભાઈ નૂરમમદભાઈ સવાણનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.