કોરોનાની સાવચેતી સાથે ધૂળેટીમાં મડ ફેસ્ટ કાર્યક્રમોનું આયોજન

સુરત,
કોરાના વાયરસના ખતરો હોળી અને ધૂળેટીના પર્વ પર પણ તોળાઈ રહ્યો છે. ત્યારે કોરાના વાયરસની સાવચેતી સાથે હોળી અને ધૂળેટીના આયોજનો થઈ રહ્યાં છે. શહેરમાં હોલિકા દહન પરંપરાગત રીતે ગાયના છાણની સ્ટીકથી વૈદિક રીતે કરવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે યુવાનો ધૂળેટીના રંગોની મનભરીને મોજ માણવા ઈચ્છતા હોવાથી સલામતીની વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓ દ્વારા મડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત મડ ફેસ્ટમાં કેમિકલયુક્ત કલરોની સામે પ્રાકૃતિક માટીથી ધૂળેટીની ઉજવણી કરનારની ચામડી સારી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વેસુ ડીઆરબી સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ પાસે મડ ફેસ્ટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ધૂળેટીના દિવસે સવારે નવ વાગ્યાથી ઉજવણી શરૂ થશે.ઈવેન્ટોલોજીના અર્ણબ મોઈત્રાએ જણાવ્યું હતું કે, કેમિકલ યુક્ત કલર સ્વાથ્ય માટે નુકસાન દાયક હોય છે જયારે માટી એ પ્રાકૃતિક છે. એટલુંજ નહિ પણ પહેલાના જમાનામાં કેટલાક લોકો માટીથી શરીર સ્વચ્છ કરતા હતા. જયારે આજે પણ બ્યૂટી પ્રોડક્ટમાં Âસ્કન માટે વિશિષ્ટ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે. મડ ફેસ્ટથી ફરીથી લોકોને માટી સાથે જાડવાનો પ્રયાસ છે. સમગ્ર આયોજનમાં કોરોના વાયરસ સામે સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યાં છે.