હિન્દુ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ વેપારીએ ૩ લાખ રૂપિયા દાન આપ્યું

અંકલેશ્વર,
તમિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં હિન્દુઓની આસ્થાના પ્રતિક અંબાજી માતા અને ગણપતિ મંદિરના મંદિરના જીર્ણોદ્ધાર માટે મૂળ તમિલનાડુના અને ૨૦ વર્ષથી અંકલેશ્વરમાં રહેતા મુÂસ્લમ અબ્દુલ ખુદા મોહમ્મદ અલી સૈયદે ગુજરાતમાં રહેતા મુÂસ્લમો પાસેથી ૩ લાખ રૂપિયા દાન એકત્રિત કર્યું હતું અને મંદિરના જીર્ણોદ્ધાર માટે એકત્ર કરેલા ૩ લાખ રૂપિયા મંદિરના પૂજારી વિજય કુમારજી આપ્યા હતા. પોતાના માદરે વતનમાં વસતા હિન્દુઓ ભાઇઓની આસ્થાના પ્રતિક સમા મંદિરના જીર્ણોદ્ધાર માટે મુÂસ્લમ બિરાદરોએ આપેલુ આ દાન કોમી એકતાના દર્શન કરાવે છે.
તામિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં જૂના અંબાજી માતા અને ગણપતિના મંદિરના જીર્ણોદ્ધાર કરવાનો હતો. આ જીર્ણોદ્ધાર માટે ગામથી બહાર રહેતા લોકો પાસેથી પણ દાન ઉઘરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરાઇ પટ્ટી ગામમાં મુÂસ્લમોની વસ્તી ખુબ જ ઓછી છે અને ત્યાંના મુÂસ્લમો ધંધા-રોજગાર માટે વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે. મંદિરના પૂજારી વિજય કુમારજીએ આ મંદિરના જીર્ણોદ્ધારની વાત પોતાના મુÂસ્લમ મિત્ર અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદને કરી હતી. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી અંકલેશ્વરમાં રહે છે અને વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે હિન્દુ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે બીડું ઝડપી લીધુ હતું અને ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ રહેતા પરાઇ પટ્ટી ગામના મુÂસ્લમોનો સંપર્ક કરીને દાન માટે અપીલ કરી હતી અને જાતજાતામાં ૩ લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા. અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે આ રકમ મંદિરના જીર્ણોદ્ધાર માટે મંદિરના પૂજારી વિજય કુમારજી આપી હતી.