સ્યુસાઈડ નોટમાં ભાજપ, MLA, પીઆઈ, મામલતદારનાં નામ લખી કોંગ્રેસ અગ્રણી ગુમ
પંચમહાલ,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામમાં રહેતા કોંગ્રેસ અગ્રણી રંગીતભાઇ પગી પોતાના ઘરે સુસાઇડ નોટ મૂકીને ગુમ થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. રંગીતભાઇ પગીએ પોતાની પત્નીને ઉલ્લેખીને આ સ્યુસાઈડ નોટ લખી છે. સ્યુસાઈડ નોટમાં શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, શહેરા પોલીસ સ્ટેશનના પી.આઇ પ્રજાપતિ, મામલતદાર મેહુલ ભરવાડ અને ખનીજ વિભાગના અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, શહેરા તાલુકાના નાડા ગામમાં રહેતાં રંગીતભાઇ પગી કોંગ્રેસ અગ્રણી છે. સવારે તેઓ સ્યુસાઈડ નોટ લખીને ઘરેથી ક્્યાંક ચાલ્યા ગયા હતા. સ્યુસાઈડ નોટ જાતાં જ ઘરનાં સભ્યો પર આભ તૂટી પડ્યું હતું. આ સુસાઇડ નોટમાં ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, ઉચ્ચ અધિકારીઓ, શહેરા પોલીસ સ્ટેશનના પી.આઇ પ્રજાપતિ, મામલતદાર મેહુલ ભરવાડ અને ખનીજ વિભાગના અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સ્યુસાઈડ નોટમાં ભાજપ ધારાસભ્ય સહિત પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો ઉલ્લેખ હોવાથી પરિવારજનો અને સ્થાનિકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. અને હાય હાયનાં નારા લગાવ્યા હતા. અને સાથે જ કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. રંગીતભાઇ પહેલા ભાજપમાં હતા અને ત્યારબાદ ૨૦૧૨માં શહેરા બેઠક પરથી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા.