વેપારી અપહરણ કેસઃ પરસોત્તમ સોલંકીના પુત્રએ કર્યો હતો ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ

વેપારી અપહરણ કેસઃ પરસોત્તમ સોલંકીના પુત્રએ કર્યો હતો ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ
Spread the love

ગાંધીનગર,
પાટનગરમાં બુધવારે એક યુવાનનુ રિવોલ્વર અને છરા જેવા ઘાતક હથિયારોની અણીએ અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. આ યુવાન વહેલી સવારે ઘર પાસે ઉભો હતો ત્યારે કારમાં ઘસી આવેલા શખસો તેનું અપહરણ કરી ગયા હતા. આ ઘટના કેબલવોરના કારણે બની હોવાનું પ્રાથમિક દ્રÂષ્ટએ જણાઇ રÌš છે. અપહરણ પાછળ રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર હિરેનનું નામ પણ બહાર આવી રÌš છે.
અપહરણકર્તાઓએ ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કરી કેટલાક કોરા કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાનો પણ યુવાનનો આરોપ છે. અપહરણ સેક્ટર-૨૫માં આવેલ સુર્યનારાયણ સોસાયટીમાં રહેતા ધર્મન્દ્રસિંહ રાઓલનું થયુ હતું. ઘટના સવારે સાડા સાત કલાક આસપાસ બની હતી. ધર્મન્દ્રસિંહ ઇન કેબલ ચેનલની એજન્સી ધરાવે છે. તેઓ સવારે ઘરમાં ફુલછોડને પાણી પાઇ રહ્યા હતા ત્યારે વાદળી કલરની ફોર્ચ્યુનર કારમાં સાતથી આઠ જેટલા શખસો ધસી આવી ધર્મેન્દ્રસિંહને બોચીથી પકડી ગાડીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.
યુવકે બુમાબુમ કરતા પરિવારજનોએ શખસોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ શખસોએ તેઓની સામે છરા, તલવાર જેવા હથિયારો વિંઝી રિવોલ્વર બતાવી ઘરમાં જતા રહેવાની ધમકી આપી હતી. તેઓ ધર્મેન્દ્રસિંહનું અપહરણ કરી ગયા હતા. પોલીસ આ યુવાનને શોધવાના પ્રયાસો કરતી હતી ત્યાં બપોરે સાડા બાર કલાકે અપહરણકર્તાઓ ધર્મેન્દ્રસિંહને ઘર પાસે છોડી ગયા હતા.
ધર્મેન્દ્રસિંહના પત્ની ભાવિકાબેને અજાણ્યા દસથી બાર શખસો સામે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હોÂસ્પટલ બિછાનેથી ધર્મેન્દ્રસિંહ રાઓલે જણાવ્યુ હતુ કે, અપહરણ કર્યા બાદ તેઓને હિરેન સોલંકી નામના શખસ પાસે લઇ જવામાં આવ્યા હતા. હિરેન સોલંકી ભાજપના મંત્રી પરસોત્તમ સોલંકીનો પુત્ર હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!