રસ્તા પર દોડી રહેલી કાર ભડકે બળી, ચાલકનો બચાવ

રાજકોટ,
રાજકોટના કાલાવડ રોડ પર આગનો બનાવ સામે આવતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. રાજકોટના કે.કે.વી સર્કલ પાસે એક સફેદ કારનો ચાલક ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જાઈ રહ્યો હતો ત્યારે અચાનક કારની અંદરથી ધૂમાડો નીકળ્યો હતો. સદ્દનસીબે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનાને પગલે બીજી તરફ કે.કે.વી સર્કલ પર તહેનાત વોર્ડન તેમજ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓને જવાનોએ આગ લાગેલી કારની આજુબાજુનો વિસ્તાર કોર્ડન કર્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી લિÂક્વડ ફોમનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં આગ કાબૂ મેળવી લેવાયો હતો. બીજી તરફ આગજનીનો બનાવ સામે આવતાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની Âસ્થત ઉભી થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે અમદાવાદના સોલામાં આવેલી સૂર્યરત્ન સોસાયટીમાં રહેતાં યોગેશ પ્રજાપતિ નરોડા વિસ્તારમાં કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા. જેવી તેમની કાર ઈÂન્દરા બ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે જ કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. યોગેશભાઈ કાંઈ સમજે તે પહેલાં જ કારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. યોગેશભાઈએ કારની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પણ કારમાં સેન્ટ્રલ લોક હોવાને કારણે દરવાજા ખુલ્યો ન હતો. અને યોગેશભાઈ કારની અંદર જ ફસાઈ ગયા હતા. માત્ર તેમનો હાથ જ દેખાતો હતો. થોડી જ વારમાં યોગેશભાઈ કારનીઅંદર જ ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.