મહિલા દિવસે અનોખો ફૂડ ફેસ્ટીવલ ‘સંવેદનાનો સ્વાદ’ યોજાશે
અમદાવાદ,
૮ માર્ચ ર૦ર૦ આતરરાષ્ટÙીય મહિલા દિવસે અમદાવાદમાં એક અનોખી ઉજવણી થવાની છે. પ્રજ્ઞાચક્ષ્š બહેનો ગૃહિણી તરીકે કેવી રીતે ફરજ બજાવતી હશે, કેવી રીતે રસોઈ કરતી હશે, તે પ્રશ્નોના સરળ ઉત્તરો માટે લાયન્સ કલબ ઓફ કચ્છ-ભૂજ સાઈટ ફર્સ્ટ, સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાહ ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
આ વિચારથી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ર્ડા. નીતીનભાઈ શાહ અને સદ્વિચાર પરિવારના સહયોગથી એક અનોખા ફૂડ ફેસ્ટીવલ ‘સંવેદનો સ્વાદ’ આયોજક સદ્વિચાર પરિવાર, સમર્પણ કેમ્પસ, મેરીએટ હોલ પાસે, જાધપુર ટેકરા રોડ, રામદેવનગર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ૮ માર્ચ રવિવારે આ ‘સ્વાદોત્સવ’ સાંજે ૪.૦૦ થી રાત્રે ૯.૦૦ સુધી ખુલ્લો રહેશે, જરૂરથી પધારજા.