અમદાવાદમાં વરસાદી ઝાપટું, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

Spread the love

અમદાવાદ,
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવ્યો હતો. બપોર બાદ રાજ્યના ગણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જાવા મળ્યું હતું. આ જાતા રાજ્યના ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા અને સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરૂકુળ અને એસજી હાઇવે પર વરસાદ પડ્યો હતો.
ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવે તેવી Âસ્થતિ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બની છે. આજે ભાવનગ, પાલીતાણા, કચ્છ, મહેસાણા સહિત અમદાવાદના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજ સવારથી જ આ વિસ્તારોમાં વાદળાઓ ઉમટી આવ્યા હતા અને સૂરજદાદા અદ્રશ્ય થઇ ગયા હતા. ત્યાં જ મહેસાણાના ઊંઝામાં માવઠું પણ થયુ છે.
ત્યાં જ ભાવનગરના પાલીતાણાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. નોંઘણવદર, વાળુકડ, સમઢીયાળામાં વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ચણા, ઘઉં, જીરૂના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદી માહૌલ સર્જાયો હતો. શિયાળાની વિદાય બાદ ઉનાળાની ગરમીને બદલે ચોમાસા જેવુ વાતાવરણ જાવા મળતાં સૌ કોઇને નવાઇ લાગી હતી અને આ કોઇ કોરોના વાઇરસને કારણે છે શું એવી પણ લોકચર્ચા થતી હતી.
પાલીતાણા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. પાલીતાણાના નોંઘણવદર, વાળુકડ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતાં આ વિસ્તારમાં ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકશાન થવાની ખેડૂતો ડરી ગયા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!