વાઘ, હરણ અને દીપડાના ચામડાની તસ્કરી… ૪૦ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

વાઘ, હરણ અને દીપડાના ચામડાની તસ્કરી… ૪૦ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ
Spread the love

સુરત,
વાઘ, દીપડા અને હરણના ચામડા વેચવાની ફિરાકમાં ફરી રહેલા બે યુવાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી રૂ ૪૦ લાખથી વધુના પશુ પોલીસે કબ્જે કર્યા છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પશુ એટલે કે વાઘ, દીપડો અને હરણના ચામડા વેચવા માટે નીકળેલા બે ઇસમોને પકડી પાડ્યા છે. અરીફ ઉર્ફે આર્યન બાબુ શા અને વસીમ શરીફ શેખને સુરત ફોરેસ્ટ વિભાગ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સયુંકત ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યા છે.
આરીફ અને વસીમ ભંગારનો વ્યવસાય કરે છે, ભંગારના ધંધામાં કિંમતી ચીજવસ્તુની આપલે કરતા હતા, વસીમ આરીફને પોતાની પાસે વન્ય જીવનના ચામડા હોવાનું કહી તેના ફોટો મોકલી આપ્યા હતા, જે જાયા બાદ આરીફે આ ચામડા સુરતમાં વહેચાઈ જશે અને સારા રૂપિયા મળશે એવું જણાવતા વસીમ મુંબઈથી વાઘ, દીપડા અને હરણનું એક-એક ચામડું સાથે સુરત આવ્યો હતો, સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પ્રથમ આ વાત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ત્યાર બાદ વોચ ગોઠવી બંનેને રંગે હાથે ચામડા સાથે ઝપડી પાડ્યા હતા.
રૂપિયા ૪૦ લાખના ચામડા સાથે હાલ આ બંનેને પકડી પાડી વનવિભાગને સોંપાયા છે, જાકે હાલ પોલીસ અને વન વિભાગની ટીમ પૂછપરછ કરી રહી છે કે આ ચામડા સહિત અન્ય ચામડાનો ખેલ ક્્યાં પાડવામાં આવ્યો છે કે નહિ. ઉપરાંત આ એક તસ્કરી ચાલતી હોવાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!