સિંગાપોરથી હનીમૂન પતાવીને પરત ફરેલા દંપતિને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું

સિંગાપોરથી હનીમૂન પતાવીને પરત ફરેલા દંપતિને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું
Spread the love

ભરૂચ,
કોરોના વાયરસના ભારતમાં પ્રવેશ પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લગ્ન બાદ હનીમૂન પતાવીને મલેશિયા અને સિંગાપોરથી પરત ફરેલા દંપતિને ભરૂચ સિવિલ હોÂસ્પટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે.
કોરોના વાઈરસને પગલે ચીન, હોંગકોંગ અને જાપાન સહિતના દેશોમાંથી આવતા લોકોનું ભરૂચ સિવિલ હોÂસ્પટલમાં ચેકિંગ કરવામાં આવી રÌšં છે. ભરૂચમાં તાજેતરમાં જ લગ્ન કરીને મલેશિયા અને સિંગાપોર હનીમૂન કરીને આજે પાછા આવેલા દંપતિનું સિવિલ હોÂસ્પટલમાં ચેકઅપ કરવામાં આવ્યું હતું અને દંપતિને ભરૂચ સિવિલ હોÂસ્પટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. બન્નેના બ્લ્ડ સેમ્પલ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જાકે હાલ ચિંતાની કોઇ વાત ન હોવાનું ભરૂચ સિવિલ સર્જને જણાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!