ફેસબુક પર મિત્રતા કેળવી લોંગ ડ્રાઇવના બહાને યુવકે હોટલમાં દુષ્કર્મ આચર્યું
સુરત,
સુરત શહેરમાં રહતી એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે દોસ્તી કરવી ભારે પડી છે. ૨૦૧૯માં યુવતીને સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા પંકજભાઇ પોપટભાઇ સવાણી સાથે ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી. આ મિત્રતા પહેલા ફોન કોલ અને વીડિયો કોલ દ્વારા ૩ મહિનો જેટલા સંપર્કમાં રહ્યા હતા. એક દિવસ આ યુવક આ યુવતીને મળવા આવ્યો હતો અને પોતાની ગાડીમાં નવસારી તરફ લોંગ ડ્રાઇવ પર ગયા હતા. પરત ફરતા સમયે પંકજે યુવતીને કÌšં હતું કે મારી પત્ની સાથે મારે બનતુ નથી અને ઝઘડા થાય છે. મારા ડિવોર્સ થવાના છે. જેથી હું મારી પત્નીને ડીવોર્સ આપી તારી સાથે લગ્ન કરીશ. આમ યુવતીને ભોળવી હતી.
થોડા દિવસ પછી પાછા આ યુવકે બીજીવાર ફોન કરી મહિલાને તેનું આધારકાર્ડ લઇને આવવાનું કÌšં હતું. બંને જણા કારમાં નવસારી તરફ ગયા હતા અને વળતા કામરેજ હાઈવે પરની મનિષા હોટલમાં ગયા હતા. જ્યાં યુવકે રૂમ બૂક કરાવ્યો હતો અને રૂમમાં ગયા હતા. ત્યાં યુવકે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. રૂમની બહાર આવી કાઉન્ટર પર આધારકાર્ડ બતાવી રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરી હતી. આ ઘટના પછી ફરીથી યુવાન તેની કાર લઈને આવ્યો હતો અને બંને મનિષા હોટલ પર રૂમમાં ગયા હતા. જ્યાં મહિલાની અનિચ્છાએ પંકજે જબરજસ્તી મહીલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સુરત પાછા ફરીતી વખતે યુવતીએ યુવકને લગ્નની વાત કરતા યુવકે હમણા તું ઘરે જા કહીં લગ્નની વાત ટાળી દીધી હતી. બાદમાં યુવકે ફેસબુક, વોટ્સઅપ વગેરેમાંથી યુવતીનો નંબર બ્લોક કરી દઇ વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું અને સંપર્ક કાપી નાખ્યા હતા.
પંકજ સામે યુવતીએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.