અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બી.વી. પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીગ્જ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલનાઓની ટીમ દ્વારા અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૦૮૮/૨૦૨૦ IPC ક. ૩૬૩, ૩૬૬ પોકસો ક.૧૮ વિ. મુજબ અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.
પકડાયેલ આરોપી
કિરણ ઉર્ફે પિન્ટુ લાખાભાઇ ડેડાણીયા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.રાંઢીયા તા.જી.અમરેલી હાલ- અમદાવાદ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં, અમદાવાદ થી ઇન્દોર જતા રોડ પર આવેલ ટેકનો કંપનીની સામે પુઠાના કારખાના વાળાને તા.૦૬/૦૩/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પોલીસને સોંપવા તજવીજ કરેલ.
આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે. કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા અમરેલી તાલુકા પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.