અમરેલી : ગર્લ્સ સ્‍કુલની સામે મારામારીના બનાવના પોલીસ કર્મચારીને ઝડપી પાડતી LCB

અમરેલી : ગર્લ્સ સ્‍કુલની સામે મારામારીના બનાવના પોલીસ કર્મચારીને ઝડપી પાડતી LCB
Spread the love

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી. નિર્લિપ્‍ત રાયનાઓએ ગંભીર પ્રકારના ગુન્‍હાના આરોપીને સત્વરે ઝડપી પાડવા અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી તથા અમરેલી સીટી પો.સ્ટે. ની અલગ અલગ ટીમો બનાવી આરોપને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે ગુન્‍હો બન્યાના ગણતરીનાં કલાકોમાં અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી. એન. મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીને તેના મુળ ગામ સનાળા તા. વડીયાથી ઝડપી લેવામાં આવેલ છે. આ અંગેની આગળની વધુ તપાસ પ્રો.એ.એસ.પી. શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્રારા હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

ભરત બધાભાઇ મયાત્રા રહે. મુળ ગામ સનાળા તા.વડીયા હાલ રહે.અમરેલી, પોલીસ હેડ કવાર્ટસ તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોય.

ગુન્‍હાની વિગત

ગઇકાલ તા.૦૫/૦૩/૨૦૨૦ નાં નવેક વાગ્‍યે અમરેલી શહેરના ગર્લ્‍સ સ્‍કુલની સામે આવેલ પાઉંભાજીની લારીએ પાઉંભાજી લેવા ગયેલ ત્યારે પોલીસ કર્મચારી ભરત મયાત્રા ફોન પર જોર જોરથી ગાળો બોલતા હોય જે બાબતે શૈલેષભાઇ જીતુભાઇ ધાંધલ, રહે. અમરેલી નાગનાથ મંદિર પાસે, ગર્લ્સ સ્‍કુલની સામે વાળા ગાળો ના બોલવા બાબતે ઠપકો આપતા આરોપી ભરત મયાત્રા અચાનક ઉશ્કેરાય જાય જીવલેણ હુમલો કરી, પેટના ભાગે છરી વડે ગંભીર ઇજાઓ કરેલ હોય, જે અંગે પોલીસ કર્મચારી વિરૂધ્‍ધ અમરેલી શહેર પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૦૨૯૨/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ખુનની કોશીશનો ગુન્‍હો રજી. દાખલ કરવામાં આવેલ.

આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી. અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સબ ઇન્‍સ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફ* દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20200306-WA0027.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!