વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મુહિમથી પ્રેરણા લઈ વડોદરા શહેરની રાઇફલ શૂટરે 1750 કિમી સાઈકલિંગ કર્યું

વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મુહિમથી પ્રેરણા લઈ વડોદરા શહેરની રાઇફલ શૂટરે 1750 કિમી સાઈકલિંગ કર્યું
Spread the love

વડોદરા,

300 મીટર રાઇફલ શૂટિંગમાં ભાગ લેનાર અંજુ શર્મા ગુજરાતમાંથી એકમાત્ર મહિલા ખેલાડી

અંજુ શર્માએ પોતાની લડાયક ક્ષમતાથી અછોડા તોડનો સામનો કર્યો : મહિલાઓને સાહસિક અને લડાયક બનવા માટે રમતગમતમાં સાથે જોડાવવા કર્યો અનુરોધ

કુટુંબથી આગળ વધીને સમાજ જીવન અને રાષ્ટ્રજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓએ નિણાર્યક શક્તિ તરીકેનું સ્થાન સિદ્ધ કર્યું છે.એકવીસમી સદીમાં, જે કર ઝુલાવે પારણું, એ જગત પર શાસન કરેની ઉકિત રોજેરોજ સાચી ઠરી રહી છે. નારી શક્તિએ સરહદની સુરક્ષા માટે આર્મીમાં જોડાવવાથી લઇ અવકાશની સફળ ખેડવાની સાથે રમતગમતમાં દેશનું નામ ટોચ પર પહોચાડ્યું છે. એવી જ રીતે શહેરની મહિલા રાઇફલ શૂટર અંજુ શર્માએ પણ 2007થી પોતાની સફળની શરૂઆત કરી રાઇફલ શૂટિંગમાં રાજ્ય સ્તરે ઘણા બધા મેડલ પ્રાપ્ત કરી ભારતનું ઓપન આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિ કર્યું છે.ખાસ વાત એ છે કે અચૂક નિશાનબાજ અંજુએ પ્રધાનમંત્રીશ્રીની ફિટ ઇન્ડિયા મુહિમને વ્યાપક બનાવવા ત્રણ મહિનામાં 1750કીમીનો સાયકલ પ્રવાસ કરી અનોખો પ્રચાર આ અભિયાનનો કર્યો છે.
રાઇફલ શૂટર અંજુ શર્માએ જણાવ્યું હતું કે, 2007માં જયારે હું એનસીસીમાં જોડાઈ ત્યારથી મેં રાઇફલ શૂટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં હું 10 મીટર અને 50 મીટર રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ કરવાની સાથે સ્પર્ધામાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કર્યા હતા. મેડલ પ્રાપ્ત કરવાની સાથે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પર રમવાનું શરૂ કર્યાબાદ મેં 300 મીટર રાઇફલ શૂટિંગ રમવાની શરૂ કરી હતી. 300 મીટર રાઇફલ શૂટિંગમાં ગુજરાતમાંથી ભાગ લેનાર હું એકમાત્ર મહિલા રાઇફલ શૂટર હતી. નેશનલમાં ઘણા મેડલ પ્રાપ્ત કર્યા હોવાથી મારુ સિલેક્શન ઓપન આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ભારત તરફથી પ્રતિનિધ કરવા માટે થયું હતું. જેમાં મેં ભારત તરફથી જર્મની અને ચેક રિપબ્લિક દેશમાં આયોજિત સ્પર્ધામાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
અંજુએ વધુમાં જણાવ્યા હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઇન્ડિયા મુહિમ શરૂ કરવામાં આવી છે. તે ફિટ ઇન્ડિયા મુહિમથી પ્રભાવિત થઇ મેં સાઈકલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં સોમવારથી શનિવાર સુધી રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ અને રવિવારના રોજ વડોદરાની નજીક 50 થી 60 કિમી સાઈકલિંગ કરું છું. અને જે ગ્રુપમાં સાઈકલિંગ કરું છું તે ગ્રુપમાં હું એકમાત્ર મહિલા છું. તેવી જ રીતે છેલ્લા ત્રણ મહિના મેં 1700 થી 1750 કિમી જેટલું સાયકલિંગ કરી છે. અને હજુ આગળ પણ સાઈકલિંગ કરવાનું ચાલુ રાખીશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી સાઈકલિંગ સ્પર્ધામાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરીશ.
અંજુએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી મેં પોતાને રમતગમત સાથે સંકળાયેલી હોવાથી મારામાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ જોવા મળ્યા છે, તેમજ એક આત્મવિશ્વાસ ભર્યો અભિગમ પણ જોવા મળ્યો છે. વર્ષ 2019ના જુલાઈ માસમાં રાત્રીના હું પ્રેક્ટિસ કર્યા બાદ ઘરે જતી હતી ત્યારે બે સરદારે ચાલુ બાઇકે મેં પહરેલ ચેઇનની સ્નેચીંગ કરી હતી. પરંતુ હું સતત રમતગમત અને એક્સરસાઇઝના કારણે સજાગ હતી એટલે મેં તે અછોડા તોડને ચાલુ બાઇક ઉપરથી ખેંચી અને નીચે પડ્યો હતો અને પોતાનું રક્ષણ કરી અછોડાની લૂંટ થતા અટકાવી હતી. અને તે જ સમયે તે જ વિસ્તારમાં બીજી મહિલાનો અછોડો તૂટ્યો હતો. જેથી હું તમામ મહિલાને લગ્નબાદ અને લગ્ન પહેલા પણ કોઈ પણ રમતગમત સાથે જોડાવવાનું કહીશ. જેથી મહિલા કોઈપણ પરીસ્થિતિનો સામનો કરી શકે.
 ગુજરાત સરકાર દ્વારા અંજુને શક્તિદૂત એવોર્ડ અને સરદાર પટેલ એવોર્ડ એનાયત
અંજુ શર્માએ રાઇફલ શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલ પર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ 19 ગોલ્ડ મેડલ, 19 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા અંજુને શક્તિદૂત એવોર્ડ અને સરદાર પટેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે. આમ, અંજુ શર્માએ નારી તું નારાયણીની સાથે નારી કભીના હારીનું સૂત્ર સાર્થક કર્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!