રાજુલા નગર પાલિકા ની ચૂંટણી બંધ રહી
રાજુલા નગરપાલિકા ની ચૂંટણી માં કભી ખુશી કભી ગમ જેવી હાલત જોવા મળી છે જેમાં આજે અંતે રાજુલા નગરપાલિકાની ચૂંટણી થઈ રદ કરવાનો હુકમ હાઇકોર્ટે કરેલ છે રાજુલા નગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવા માટેનો સ્ટે હાઇકોર્ટ આપતા રાજુલાના રાજકારણમાં ગરમાવો જોવા મળેલ છે બે દિવસ પહેલા ચાર સભ્યોને ફરીથી પાછા જે સ્થિતિમાં લેવાનો નિર્ણય બાદ આજે ફરી બીજા 14 સભ્યોનો સ્ટે આપતા કુલ 18 સભ્ય ની કોર્ટ મેટર પુરી ન થાય અથવા કોર્ટ સભ્યો ને સાંભળીયા બાદ જ ચૂંટણી કરવી તેવો હુકમ કરેલ છે.
હાલની નગરપાલિકાની જે ચૂંટણી હતી તે હાલ તબક્કે મુલતવી રાખવી તેવો હુકમ કરેલ છે ફરીથી પાછા પ્રમુખ પદે કાંતાબેન કિશોરભાઈ ધાખડાને ચાર્જ સોંપેલ છે શું રાજુલા શહેર નો અધૂરો વિકાસ પૂરો થશે ખરો ? તે પણ હવે ચર્ચા નો મુદ્દો.બનવા પામેલ છે 2 વરસમા 8મા પ્રમુખ, રાજુલા નગરપાલિકા ટોપ ધ ટાવન બનેલ છે ચૂંટણીના ફોર્મ સ્વીકારવાનો કાલે શનિવારે છેલ્લો દિવસ હતો ત્યારે આ સમાચાર શહેરમા વાયુવેગે ફેલાતા રાજુલાના રાજકારણ માટે આ વિષય ચર્ચાનો બનવા પામેલ છે