અમરેલી : શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી-ખનન કરતાં આરોપીઓની ધરપકડ કરતી અમરેલી SOG ટીમ

અમરેલી : શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી-ખનન કરતાં આરોપીઓની ધરપકડ કરતી અમરેલી SOG ટીમ
Spread the love
  • અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી-ખનન કરતાં આરોપીઓને રેતી ભરેલ ટ્રેક્ટર સાથે કુલ રૂા.૫,૦૨,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય, અને ખનીજ ચોરી કરતાં અસામાજિક ત્તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય, તેમજ પર્યાવરણને ખુબ જ નુકશાન કરતાં હોય, જેથી રેતી ચોરી સદંત્તર બંધ કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ., મહેશ મોરી તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી તાલુકા પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ચોક્કસ અને આઘારભુત બાતમી રાહે હકિકત મળેલ કે, શેત્રુજી નદીના પુલ નીચે, ડાબી સાઇડ, દેવળીયાના આરા પાસે શેત્રુંજી નદીનાં પટ્ટમાં ગે.કા. પાસ પરમીટ વગર અમુક ઇસમો રેતી ચોરી-ખનન કરી ટ્રેકટરની ટ્રોલી ભરી ગેરકાયદેસર રીતે ચોરી કરે છે. જે અનુસંઘાને ૨ (બે) ઈસમોને રેતી ચોરી કરતા પકડી પાડવામાં સફળતા મળેલ છે.

રેતી ચોરી કરતા પકડાયેલ આરોપીઓ

  • મુકેશભાઇ રમેશભાઇ બ્રહ્મભટ્ટ, ઉ.વ.૩૫, ધંધો-ડ્રાઇવિંગ, રહે.અમરેલી, જેશીગપરા, અંબીકા નગર શેરી નંબર-૭ તા.જી.અમરેલી.
  • ચેતનભાઇ દેવજીભાઇ માધડ ઉ.વ. ૨૫ ધંધો. ડ્રાઇવિંગ રહે.દેવળીયા તા. જી. અમરેલી

પકડવાનાં બાકી આરોપીઓ

  • હરીભાઇ શંભુભાઇ બાંભરોલીયા રહે.અમરેલી, સંકુલ પાસે
  • દેવજીભાઇ બાવભાઇ માધડ રહે.દેવળીયા તા. જી. અમરેલી

પકડાયેલ મુદ્દામાલ

શેત્રુંજી નદીના પટ્ટમાંથી લીઝ, રોયલ્‍ટી કે પાસ પરમીટ વગર ટ્રેક્ટરમાં રેતીની ચોરી કરતાં ટ્રોલી સાથેના ટ્રેકટર નંગ-૨, તથા રેતી ટન ૩.૫, તથા રેતી ચાળવાનો ચારણો નંગ-૧, તથા પાવડા નંગ-૫, તથા તગારા નંગ-૫, જે તમામની કુલ કિ.રૂા.૫,૦૨,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ તથા હાજર નહી મળી આવેલ આરોપી વિરૂધ્‍ધ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ તથા MMDR કલમ-૨૧ મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે તેમજ પકડવાનાં બાકી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ.,મહેશ મોરી તથા એસ.ઓ.જી. ટીમને ગેરકાયદેસર રેતી ચોરી ખનન કરતા ૨ (બે) ઈસમોને ટ્રેક્ટર, સહિત વિગેરે મુ્દ્દામાલ મળી કુલ રૂા.૫,૦૨,૧૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

IMG-20200307-WA0003.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!