ખંભાળિયામાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો યુવાન

ખંભાળિયા
ખંભાળિયામાં પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ મોકરિયાના પુત્ર નીતિન મુકેશ મોકરિયાનો આજે જન્મદિવસ હોઈ આજે તેને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. નીતિને પોતાના જન્મદિવસે કેક કાપવામાંના બદલે કેકના પૈસાથી ગાયોને ચારો નાખી મૂંગા અબોલ પશુઓ સાથે જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આજના યુગમાં લોકો જ્યારે કેક અને પાર્ટી દ્વારા જન્મદિવસની ઉજવણીમાં પૈસા ખર્ચ કરતા હોય છે ત્યારે નીતિન મુકેશ મોકરિયાએ પશુઓ સાથે ઉજવણી કરી હતી.