દ્વારકાના ખંભાળીયા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા યોગ મહોત્સવ અને EAT RIGHT કેમ્પ
આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા ખંભાળીયાના નગરપાલીકા હોલ ખાતે આજ રોજ સવારે ૧૧ કલાકે યોગ મહોત્સવ અને EAT RIGHT કેમ્પનો શુભારંભ દિપ પ્રાગટય કરી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેમ્પ ૩ દિવસ ચાલશે. આયુષ્યમાન ભારત અંતર્ગત ગુજરાત સરકાર ના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એક અત્યંત ઉપયોગી મોહીમ ચલાવવામાં આવી છે.
છેવાડે કાર્ય કરતા કર્મચારી તથા આશા બહેનો ને યોગ, ધ્યાન, શ્વાસોશ્વાસની 3SRB ની પ્રક્રિયા તથા ગૃહિણીના રસોડામાં કઈ વસ્તુ નો મહત્તમ ઉપયોગ કરીને ઘર આખાનું સ્વાસ્થ સારું રાખી શકાય એની જિલ્લાઓમાં જઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ તથા Heartfulness Institute ના સંનિષ્ઠ કાર્યકરો દ્વારા ત્રણ દિવસની તાલીમ નો ખૂબ જ ઘનિષ્ઠ કાર્યક્રમ ઘડવામાં આવ્યો. અને એનો ૨૭મો પ્રયોગ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવામાં આવ્યો છે. હાજર તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી ઓએ ભાગ લીધો.
સૌને ધ્યાન લયબદ્ધ શ્વાસ લેવાની 3 SRB ની તાલીમ તથા કિચન નેચરોપેથીમાં એવી રીતે પારંગત કરવામાં આવ્યા કે તેઓ આ વિજ્ઞાન આપણી ભારતની ધરોહરને પોતાના ગામમાં શીખવાડી શકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ શરૂ થયેલો યજ્ઞ આખા જિલ્લાને સ્વસ્થ રાખવાની એક ક્રાંતિને જન્મ આપશે. આ આરોગ્યલક્ષી યાત્રા ગુજરાતના 33 જિલ્લાઓમાં આપણી સંસ્કૃતિની આ અદભુત ધરોહર જ્ઞાનનો પ્રસાર કરશે આ તાલીમની સાથે-સાથે આયોજનબદ્ધ રીતે તૈયાર થતાં સંનિષ્ઠ કર્મચારી તથા આશા બહેનોને આ યોગ તથા ખાવાની અને જીવન જીવવાની સાચી રીત ને છેવાડાના નાગરિક સુધી લઈ જવા માટે એક મોટી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.
નાગરિક સંરક્ષણ જેનો મૂળ હેતુ આપણા દેશનો નાગરિક સ્વાસ્થય સ્વાવલંબી અને યોગ દ્વારા નીરોગી રહે તે છે. આ કેમ્પમાં આરોગ્ય અધિકારીશ્રી પટેલે પ્રાસંગિક ઉદબોદન આપ્યું હતું. આરોગ્ય કર્મયોગીને જીજ્ઞેશ સેલત દ્વારા ટ્રેનિગ આપવામાં આવી હતી અને હજુ ૨ દિવસ ટ્રેનિગ આપશે. આ કેમ્પના શૂભારંભ પ્રસંગે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના ડો.એકતાબેન, ડો.રમાબેન અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : દેશુર ધમા (જામખંભાળિયા)