ઉપલેટા-ધોરાજી બાયપાસ વચ્ચે આવેલ સાંઢીયા પુલ સાવ જર્જરીત હાલતમાં

ઉપલેટા થી ધોરાજી જવા માટે જોડતો બાયપાસ રોડ પર નો સાંઢીયા પુલ જે થોડા વર્ષો પહેલાં તંત્ર દ્વારા બાંધવામાં આવેલ હતો પણ યોગ્ય મરામત અને યોગ્ય કાળજી નાં અભાવ ને લીધે અને તંત્ર તથા કોન્ટ્રાકટરો ની અણઆવડત ને કારણે આ પુલ હાલ ઘણાં સમયથી જર્જરીત હાલત માં જોવા મળે છે લાખો કરોડો નાં ખર્ચે બનાવેલ પુલ પર પાણી ફરી વળ્યું છે અનેકો વખત રજુઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ પુલ નું જોઈએ એટલું ધ્યાન રાખવામાં તંત્ર વામણુ સાબિત થયું છે.
તંત્ર ની બેદરકારી ને લીધે ઉપલેટા નો બાયપાસ રોડ ઉપર આવેલ સાંઢીયા પુલ માં અનેક વખત ગાબડાં પડતાં રહે છે અને તંત્ર દ્વારા યોગ્ય મરામત નથી થતી થુક નાં સાંધા કરવામાં આવે છે અવારનવાર મોટાં ગાબડાં પડી જાય પણ યોગ્ય અને નક્કર કામ આ પુલ ને લઈને નથી થતી જેથી દિવસે ને દિવસે આ પુલ જર્જરીત બનતો જાય છે.
આ પુલ પર નાનાં મોટાં વાહનો અસંખ્ય ચાલતાં હોય છે અને આ પુલ ઉપલેટા અને ધોરાજી વચ્ચે ધમધમતો પુલ છે અહીં વાહન ચાલકો મોટો અકસ્માત નો ભય સતાવી રહ્યો આ પુલ માં અનેક વખત ગાબડાં પડવાની ફરિયાદો પણ ઉઠતી આવી છે પણ આ જર્જરીત હાલત માં આવેલ પુલ નું આંખ આડા કાન કરે છે શું કોઈ મોટી ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહયું છે કે કેમ….
ઉપલેટા નાં આગેવાનો દ્વારા આ બાબતે અનેક વખત રજુઆતો કરી પણ તંત્ર કોઈ પ્રકાર નાં પગલા લેવાયાં નથી અને આ જર્જરીત પુલ નું આયુષ્ય પણ જોખમ માં મુકાઈ ગયું છે એવું લોકો ને લાગી રહ્યું છે ત્યારે આ જર્જરીત પુલ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર નો સંપર્ક સાંધતા તેણે જણાવેલ કે આ પુલ એ માર્ગ અને મકાન વિભાગ હસતે હતો અને થોડાક સમય પહેલા નગરપાલિકા એ સંભાળેલ છે જેતે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ કરીને નગરપાલિકા ને સુપ્રત કરેલ છે.
આ પુલ અને રોડનું પરફોર્મસ પિરીયડ પણ પુરો થઈ ગયો છે નગરપાલિકા એ જનરલ બોર્ડમાં સરકારનાં 14 મા નાણાં પંચની યોજનામાંથી બે કટકા ફરીથી રીફેરેસીંગ કરવાની ગ્રાન્ટ ફાળવણી કરી છે તેનું એસ્ટીમેટ અને મંજુરી લેવાની કાર્યવાહી કરી દીધેલી છે એવું આર.સી. દવે ચીફ ઓફિસર એ જણાવેલ હતું. ક્યારે ગ્રાન્ટો ફાળવાય ક્યારે એસ્ટીમેન્ટ અને ક્યારે મંજુરી મળશે એતો આવનારો સમય જ બતાવશે પણ આ દરમ્યાન કોઈ મોટી ઘટના બને તેની જવાબદારી કોની એ પણ એક પ્રશ્ન છે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)