માળિયાના મોટાભેલા ગામે માનવ કંકાલ મળી આવતા તપાસનો ધમધમાટ

માળિયાના મોટાભેલા ગામે માનવ કંકાલ મળી આવતા તપાસનો ધમધમાટ
Spread the love
  • કંકાલની બાજુમાંથી સ્ત્રીના કપડા, ગળાની માળા અને પગના ઝાંઝર મળ્યા : કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું

મોરબી : માળિયા તાલુકામાં ખેતરમાંથી માનવ કંકાલ મળતા પોલીસ દોડતી થઈ છે. આ કંકાલની બાજુમાંથી સ્ત્રીના કપડા, ગળાની માળા અને પગના ઝાંઝર સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. આ બનાવથી નાના એવા ગામમાં ચકચાર મચી છે. હાલ પોલીસે આ કંકાલને રાજકોટ ફોરેન્સિકમાં મોકલીને પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના મોટાભેલા ગામે એક ખેતરમાં મજૂરો કપાસ વીણી રહ્યા હતા. તે વેળાએ એક કંકાલ મળી આવતા તેઓએ વાડીના માલિકને જાણ કરી હતી.

તેઓએ સરપંચના પતિને અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ કંકાલમાં ખોપરી અને અન્ય અંગોના હાડકાઓ જોવા મળ્યા હતા.ઉપરાંત કંકાલની બાજુમાં સ્ત્રીના કપડા , ગળામાં પહેરવાની માળા, પગના ઝાંઝર, ચપ્પલ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. કંકાલની બાજુમાંથી મળી આવેલી ચીજ વસ્તુઓના કારણે હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ બનાવ હત્યાનો હોવાની શક્યતા સેવાઇ રહી છે. વધુમાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને કંકાલને રાજકોટ ફોરેન્સિક માટે મોકલ્યુ છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG_20200314_084558.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!