ભલગામડા સબ સેન્ટર ખાતે નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો

લીંબડી તાલુકાના શિયાણી ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભલગામડા સબ સેન્ટર ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું, ગાયત્રી મંદિર તથા આયુર્વેદ/હોમયોપેથી વિભાગ આર.આર.જનરલ હોસ્પિટલના સંયુક્ત સંકલનથી નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદ/હોમયોપેથી નિદાન તથા સારવાર કેમ્પ તેમજ કોરોના વાયરસ જેવા સંક્રમણ અટકાવવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 350થી વધુ લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં પૂર્વ તા.પંચાયત ઉપ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ વાઘુભા રાણા, નીરૂભા રાણા, ડૉ. હાર્દિક સોલંકી, હરદીપસિંહ ઝાલા, હેમંતભાઈ, પરીનબેન, ડૉ. મનોજ તાટવાણી, ડૉ. જે.ડી.મકવાણા, ડૉ. જાંબુકીયા, ડૉ. ઊર્મિલા તાટવાણી, ડૉ. પ્રકૃતિ સોલંકી સહિતના હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા