દેશી બનાવટી જામગરી બંદુક સાથે ત્રણ આરોપીને પકડી પાડતી સાવરકુઁડલા રૂરલ પોલીસ

- સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના પાટીયા પાસેથી દેશી બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે ત્રણ આરોપીને પકડી પાડતી સાવરકુઁડલા રૂરલ પોલીસ
શ્રી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબનાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર અગ્નિશસ્ત્રો (હથિયાર) ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી તેઓને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે સાવરકુંડલા રૂરલનાએ.એસ.પી.સુશીલ અગ્રવાલ સાહેબશ્રીની સુચના મુજબ તથા સાવરકુઁડલા ડિવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ તથા ધારી સર્કલ સી.પી.આઇ શ્રી જે.ડી.ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા સાહેબ સાવરકુડલા રૂરલ પો.સબ ઇન્સ જી.પી.જાડેજા તથા પ્રો.એ.એસ.આઈ યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. ગંભીરસિંહ ચાવડા તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ વાધેલા તથા પો.કોન્સ નિકુલભાઈ શેલાણા દ્વારા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ચોક્કસ અને આઘારભુત બાતમી રાહે હકિકત મળેલ અને હકીકત વાળી જગ્યા સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી , એક શંકાસ્પદ મહીન્દ્રા બોલેરો ગાડી આવતા ગાડી રોકી ચેક કરતા બોલેરો ગાડી મા આવેલ ત્રણ ઈસમો પોતાની પાસે ગેરકાયદેસર અગિનશસ્ત્ર (હથિયાર) રાખી નિકળતા જે દેશી બનાવટી જામગરી બંદુક (હથિયાર) તથા દેશી દારુગોળાના હાથ બનાવટી કારતુસ સાથે મજકુર ત્રણ્રેય ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી
- અસલમ ઓસમાણ સિડા ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઈવીંગ રહે. જુનાગઢ , આદિત્ય મેઈન રોડ બાપા સિતારામની મઢી પાસે તા.જી.જુનાગઢ
- સલીમશા ગુલાબશા રફાઈ ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઈવીંગ રહે.ફાકીરવાડા,મણીનગર સા.કુંડલા જી.અમરેલી
- રફીકશા કરીમશા રફાઈ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઈવીંગ રહે.મણીનગર સા.કુંડલા જી.અમરેલી વાળાને આજરોજ તા.૧૩/૦૩/૨૦૨૦ ના અમરેલી સા.કુંડલા હાઈવે રોડ પર આવેલ સીમરણ ગામના પાટીયા પાસેથી પકડી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ દેશી બનાવટી જામગરી બંદુક (હથિયાર)
મજકુર પકડાયેલ ઈસમો પાસેથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર), કિ.રૂા.૫,૦૦/- તથા દેશી દારુગોળાના હાથ બનાવટી કારતુસ નંગ-૮ તથા મહીંદ્રા કંપનીની બોલેરો ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૬,૦૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ત્રણેય ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરેલ છે.
આમ,સાવરકુંડલા રૂરલના એ.એસ.પી.સુશીલ અગ્રવાલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. સુ. શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફ દ્વારા અગ્નિશસ્ત્ર (હથિયાર) દેશી હાથ બનાવટી જામગરી બંદુક તથા દેશી દારુગોળાના હાથ બનાવટી કારતુસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.