વાંકાનેરમાં બોર્ડની પરીક્ષા આપી પરત ફરતી વિદ્યાર્થીનીનું ટ્રેન અડફેટે મોત

હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વાંકાનેર પંથકની એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપીને ઘરે પરત જતી હોય દરમિયાન પેસેન્જર ટ્રેનની અડફેટે તેનું મોત થયું છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ટોલનાકા નજીકથી પસાર થતી કામાખ્યા એક્સપ્રેસની ઠોકરે એક વિદ્યાર્થીની ચડી જતા તેણીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસના નારણભાઈ લાવડીયા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક વિદ્યાર્થીની જાગૃતિબેન જગદીશભાઈ સોલંકી (ઉ.વ.૧૭) રહે નવા વઘાસીયા તા. વાંકાનેર હોવાનું જાણવા મળ્યું છે. જે બપોરે બોર્ડની પરીક્ષા આપીને પરત ફરતી હોય દરમિયાન આ બનાવ બન્યો હતો અને અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત થયું છે વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી