અમરેલીના ઠેબી-વડી નદી કાંઠે ચાલતા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ઉપર આકસ્મિક તપાસ

- અમરેલીના ઠેબી-વડી નદી કાંઠે ચાલતા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ઉપર આકસ્મિક તપાસ
- રૂ. ૨૫.૩૨ લાખની કિંમતનો ગેરકાયદેસર જથ્થો જપ્ત
- આશરે રૂ. ૯.૧૫ કરોડની ૨૮૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવા તજવીજ હાથ ધરાઈ
- ૩૭ જેટલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી
અમરેલી,
અમરેલી શહેરના ઠેબી-વડી નદીના કાંઠે આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા ઉભા કરીને ઈંટોનો વેપાર કરતા ૩૭ જેટલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક દ્વારા હાથ ધરવામાં આવી છે. આશરે ૨૮૦૦૦ ચો.મી. જમીન ઉપર ૩૭ જેટલા ઈંટોના ભઠ્ઠાની આકસ્મિક ચકાસણી કરતા ૧૦.૭૧ લાખ કાચી ઈંટો તથા ૧૩.૮૭ લાખ જેટલી પાકી ઈંટોનો જથ્થો તેમજ ઈંટો બનાવવા ગેરકાયદેસર રીતે એકત્રિત કરેલ ૧૫૧૫ ટન માટીનો જથ્થો એમ કુલ મળી રૂ. ૨૫.૩૨ લાખ ની કિંમતનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ૨૮૦૦૦ ચો.મી. જમીન જેની બજાર કિંમત આશરે રૂ. ૯.૧૫ કરોડ થાય તે ખુલ્લી કરવા તેમજ ગેરકાયદેસર કબજેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)