રોકડી રળતા સરકારી બાબુઓ માટે એ.સી.બી. અકસીર ઈલાજ

- કોઈ ખાનગી લેણદેણ બહાર આવે ત્યારે બંને પક્ષોને આરોપી બનાવો
- લાંચ લેવી -દેવી બન્ને ઘટના લાંચરુશવત ધારાનો ગુન્હો છે
ભ્રષ્ટાચાર અને વિકાસ એક બીજા નાં પર્યાય બની ચૂક્યા છે. આ નુકસાન જાહેર જનતા માટેનું છે.સરકારી તિજોરી પરનું છે.પણ આં સરકારી તિજોરી પણ પ્રજાની જ છે.. આપણી છે. આ વાત સ્વાર્થી સમાજ ને નથી સમજાતી. જેમ સરકારી બિલ્ડિંગ,રોડ,રસ્તા કે મિલકતો,જેને આપણે જાહેર મિલકતો ગણીએ છીએ તે બધીજ રાષ્ટ્રીય સંપત્તિ છે.રાષ્ટ્રીય સંપત્તિ ને નુકસાન એ દેશ નું નુકસાન છે..પ્રજાએ ભરેલા ટેક્સ નાં નાણાં ની તિજોરી ઉપર સરકારી બાબુઓ,પ્રજાના નોકરો,પ્રજાના ચૂંટાયેલા સેવકો પ્રજાના માલિક બની ગયા છે. પેધી ગયેલા સરકારી બાબુઓ પ્રજાના બાપ બની ગયા છે.
પ્રજાના નોકરો કે સેવકોની સાન ઠેકાણે લાવવા નો જોંકોઈ અક્ષીર ઈલાજ હોય તો તે એ.સી.બી.છે.જેનું કાર્યક્ષેત્ર મર્યાદિત નથી.સ્થાનિક કક્ષાએ શંકા હોય,કે સેટિંગ ચાલતા હોવા ની શંકા હોય તો,ગુજરાત ના કોઈ પણ જિલ્લા ના લાંચ રૂશ્વત અધિકારી ની મદદ લઇ શકો છો..
આ એક એવું ઇન્જેક્શન છે,કે એક વાર જપટે ચડી ગયો એટલે સમજવું સાહસિકતા નો એન્ડ આવી ગયો.અઘરું નથી,અત્યારે તો આધુનિક સાધનો પ્રાપ્ત છે.દરેક ની પાસે મોબાઈલ છે. કોઈ પણ અધિકારી કે પદાધિકારી (ચૂંટાયેલા) કોઈ કામ કરવાના બદલામાં તમારી પાસે પૈસા માંગે, અને તેની પહોંચ ન આપે તે લાંચ ની રકમ કહેવાય.
લાંચ માગે ત્યારે, વિરોધ ન કરો,તેને પ્રોત્સાહિત કરો. પરંતુ કાઇક વ્યાજબી રાખો,હું આટલા બધા ન આપી શકું..આવી તડજોડ ની વાતો મોબાઈલ મા રેકોર્ડિંગ કરો, છેલ્લે રકમ નક્કી કરી વાયદો મારો,અને અગાઉથી એ.સી.બી.ના અધિકારી નો સંપર્ક કરો,તેના માર્ગદર્શન પ્રમાણે વર્તો સામે ચાલીને લાંચિયા બાબુ જાળ મા ફસાઈ જશે. હાલ તો લાંચિયા બાબુઓ સામે કોર્ટો પણ ખૂબ કડક વલણ રાખી સજાઓ ના આદેશ કરે છે. આજકાલ અતિ લોભિયા નો પાર નથી,નોકરી હોય કે નેતાગીરી બે નંબરની કમાણી ના કેન્દ્રો બની ગયા છે. “અતિ લોભ એ પાપનું મૂળ છે” આ સૂત્રને સાર્થક કરે એજ સાચો ગુજરાતી.
એક સમય એવો હતો, લાંચ માગવામાં નોતી આવતી,અરજદાર ને હાવભાવ થી બોલાવે,સાંભળે,તેનો રસ્તો કાઢી આપે અને કામ પણ કરી આપે,એટલે સામેથી પૂછવામાં આવતું સાહેબ શું આપવાનું..? ઈચ્છા પડે તે,હું કાઈ નહિ કહું. “દે ઉસકા ભલા,ના દે ઉસકા ભી ભલા” ઉપરાંત કહેવામાં આવતું કાંઈ કામ કાજ હોય તો સંકોચ વિના આવજો.. લોકો સામે ચાલીને આપતા, અને એ સરકારી બાબુ ના ખૂબ વખાણ પણ કરતા..
સરકારી તિજોરી ઉપર ભાર રૂપ એવા બાબુઓ બેઠા છે.”પહેલે દામ ફિર કામ” લાંચ ને ફરજિયાત બનાવી બેઠા છે.અને પાછા કહે છે,”તો પછી કરાવી લેજો,કેમ થાય છે તે હું જોઉં છું” આવા સરકારી તિજોરી ને ભાર રૂપ બાબુઓ ને એ.સી.બી.નામનું ઇન્જેક્શન આપવો એટલે ધન રોગ મટી જાય. જો સમાજ સો ટકા શિક્ષિત હોય તો,સરકારી બાબુઓ,અને રાજકીય બાબુઓ બેઉ સીધા ચાલે. કારણ કે એ “માતાજીના માનેલા” ક્યારેય ન બને,સત્ય સમજાય એટલે પોતાનો અભિપ્રાય બદલી નાખે.નેતા બદલી નાખે, અને પક્ષ પણ બદલી નાખે, આંધળું અનુકરણ અભણ સમાજ વધુ કરે છે,એટલે તો આં દેશની શિક્ષણ વ્યવસ્થા મા “ઉટ નાં અઢારેય વાકા છે” ભણે એ કોઈને ન ગણે..
આ દેશને અભણ રાખવાનું પાપ આપણી સ્વાર્થી શાસન વ્યવસ્થાનું લોંગ વિજન છે. મઢના, માતાજીના દોરા ધાગા મા રાખશે. અભણ સમાજને પૈસાના જોરે,ગરીબ પરિવારો ને પૈસાના જોરે પટાવી લેવાનું કામ સહેલું હોય છે. એટલે શિક્ષણને મોંઘુ બનાવવામાં આવી રહ્યું છે.
જેટલો દોષિત લાંચ લેનાર છે,એટલો જ દોષિત લાંચ દેનાર છે. પણ લાંચ દેનાર જો એ.સી.બી નો સહારો લ્યે,કોઈ લાંચની માગણી ની જાણ કરે,ત્યારે લાંચ દેનાર ફરિયાદી બને છે. પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિ ની ફરિયાદ માં લેતી દેતી પુરવાર થાય ત્યારે બન્ને પક્ષ આરોપી બને છે.
મારા ગુજરાતને લાગેલું ભ્રષ્ટાચારનું ગ્રહણ,લાંચ રૂશ્વત ખોરી નું ગ્રહણ દૂર કરવા એ.સી.બી.નો સહારો લેવાની આદત પાડો.. માત્ર અધિકારી કે કર્મચારી જ નહિ. નેતાઓ પણ કોઈ કામ ના બદલામાં વળતર માંગે તેવા કિસ્સામા લાંચ રૂશ્વત ધારા ની ટ્રેપ થઈ શકે છે. સૌથી વધુ લાંચ ના વ્યવહારો વિકાસ ના કામ નાં ઇજારા મા થાય છે.પોતાનો ધંધો ચાલુ રાખવા ઇજારદારો અધિકારીઓ ને ખૂબ સહન કરે છે, પણ એ.સી.બી.નો સહારો લેતા નથી..
હરીફાઈના ભાવ, અધિકારીઓના ટેબલ ના ભાવ,અને નેતાઓ ની ખિદમત ઈજારદારને કાયમી ગુલામ બનાવી દે છે. ઈજારદાર લાંચ આપે છે એતો નેતાઓ અને અધિકારીઓની સિન્ડિકેટ નો ભોગ બને છે. તેને મજબૂર કરે છે. રોકાણ કરી નાખ્યું, કામ કરી નાખ્યું, પોતાની મૂડી દાવમા લગાવી દીધા પછી, ખામીઓ આગળ ધરી મજબૂર કરવામાં આવે છે. ફરજ તો નેતા કે અધિકારી ઇરાદા પૂર્વક ચૂકે છે. તેનો ભોગ માત્ર ઈજારદાર બને છે.
લી.
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
ભાવનગર (મો) 94265 34874