કોરોના વાઇરસને લઈ એસ.ટી. બસોને તેમજ ડેપોના વિસ્તારને સાફ રાખવા સૂચના

આજ રોજ વાહન વિભાગના વીડિયો કોન્ફરન્સમાં મધ્યસ્થ વિભાગની સૂચના અનુસાર તા.૧૫.૩.૨૦ થી કોરોના વાઇરસને લઈ એસ.ટી. બસોને તેમજ ડેપોના વિસ્તારને સમય સમયેં સાફ સફાઈ રાખવાનું જણાવવામાં આવ્યું જેમાં બીલીમોરા એસ.ટી દ્વારા કોરોના વાઈરસની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત પગલાં ભરવામાં આવ્યા જેવાકે નિયમિત બસ સ્ટેન્ડ ને ફિનાઇલ વડે પોત કરવા, સંપૂર્ણ સફાઈ કરી જન્તુંનાશક દવાનો છંટકાવ કરવો સૌચ સ્થાને સેનીતાઇઝર મૂકવું તેમજ આવતી જતી બસોના પડદા કાઢીનાખી ફિનાઇલના કટકાથી હેન્ડલ, બારી દરવાજા બેક રેસ્ટ,હેડ રેસ્ટ , ફ્લોરનું વોશિગ બસની અંદર બહાર તેમજ બસ સ્ટેન્ડની અંદર તેમજ બહારની સાઈઝ પર ચોખ્ખાઈ રાખવા જણાવેલ હતું. એ જ પ્રકારે બીલીમોરા બસ સ્ટેન્ડ એ પ્રખર કામગીરી દાખવી આવતા જતા પેસેન્જર આરોગ્ય માટે ચુસ્ત પગલાં અમલમાં લીધા છે.