ભવનાથ પોલીસ દ્વારા ચોરીના એક આરોપી સહિત ટાબરીયા ગેંગને પકડી પાડી તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના ભવનાથ ખાતે ચકડોળ ચલાવતા અને ગિરનાર દરવાજા પાસે રહેતા ફરિયાદી વિકી મુનાભાઈ સોલંકી *ભવનાથ ખાતે જિલ્લા પંચાયતના મેદાનમાં ત્રણ ચકડોળમા લાઇટમાં રૂ. 6,000/- નું નુકશાન કરી, લાઈટના પાવર સપ્લાય કન્વર્ટર કિંમત રૂ. 2,000/-, લાઈટના રોલ નંગ 12 કિંમગ રૂ. 12,000/- મળી રૂ. 14,000/- ની ચોરી અજાણ્યા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ હોઈ, ફરિયાદી વિકી મુનાભાઈ સોલંકી ઉવ. 19 રહે ચામુંડા મંદિરની બાજુમાં, ગિરનાર દરવાજા, જૂનાગઢ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.
જૂનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જિલ્લામાં બનતા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ ડીટેકટ કરી, ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી, મુદ્દામાલ કબ્જે કરવા તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા, હે.કો. યુસુફભાઈ, રામદે ભાઈ પો.કો. મુકેશભાઈ, અશ્વિનભાઈ, વિપુલસિંહ, સહિતની ટીમ દ્વારા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સોર્સ તથા બાતમીદારો દ્વારા મળેલ માહિતી આધારે આરોપી સમીરભાઈ હનીફભાઈ શેખ ઉવ. 20 રહે. ધારાગઢ દરવાજા, ફરજાના હોલની સામે ખાપરા ખોડીયાની ગુફા પાસે જૂનાગઢ તથા પોતાના વિસ્તારના જ ત્રણ કાયદાના સંઘર્ષમાં રહેલ બાળ આરોપીઓને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. ચારેય આરોપીઓના કબજામાંથી મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલા મુખ્ય આરોપી સમીરભાઈ હનીફભાઈ શેખની પુછપરછ કરવામાં આવતા, આરોપીઓએ ગુન્હાની કબૂલાત કરેલ છે. આરોપીઓને કામધંધો મળતો ના હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ, મોકો મળતા, ભવનાથ ખાતે જિલ્લા પંચાયતના મેદાનમાં ત્રણ ચકડોળમા લાઇટમાં રૂ. 6,000/- નું નુકશાન કરી, લાઈટના પાવર સપ્લાય કન્વર્ટર કિંમત રૂ. 2,000/-, લાઈટના રોલ નંગ 12 કિંમગ રૂ. 12,000/- મળી રૂ. 14,000/- સહિતના સામાનની ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, ભવનાથ પોલીસ દ્વારા એક આરોપી સહિત ટાબરીયા ગેંગને પકડી પાડી, ચોરીનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે.
આરોપીઓએ પોતાના ઘરે ડેકોરેશન કરવા માટે લાઈટ અને સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરેલ છે. ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપીઓ એ આ સિવાય બીજા કોઈ ચોરીના ગુન્હા આચરેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ કે પકડાયેલા છે..? એ બાબતે પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ