જામનગર : રેલવે પ્લેટફોર્મ ટિકિટના રૂા. ૧૦ના બદલે પ૦ કરાયા

રેલવે પ્લેટફોર્મમાં ગીદી ઓછી સ્ટેશનના કરવાના ભાગરૂપે પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દર રૂા.૧૦ થી વધારી રૂા. ૫૦ કરવામાં આવ્યાં છે. આજ મધ્યરાત્રિથી આ નવા ભાવો એક માસ માટે અમલમાં રહેશે. કોરોના વાયરસની દહેશત વચ્ચે તંત્ર દ્વારા જરૂરી આકરા નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.
જ્યારે રેલવે સ્ટેશન ઉપર બીનજરૂરી ગીદી ઓછી કરવા પશ્ચિમ રેલવે દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્લેટફોર્મ ટિકિટના રૂા. ૧૦ ના બદલે રૂા. ૫૦ નો ભાવ વસુલવા નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ નવા ભાવની અમલવારી આજે મધ્યરાત્રિથી અમલમાં લાવવામાં આવશે અને ૩૦ દિવસ અમલમાં રહેશે.
– રોહિત આર. મેરાણી (જામનગર)