મોરબી : ગીડચ ગામ પાસે શાકભાજીના કેરેટમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

મોરબી : ગીડચ ગામ પાસે શાકભાજીના કેરેટમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
Spread the love

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના ગીડચ ગામની સીમમાં રાતાવીરડા તરફના રસ્તેથી CNG રિક્ષામાં શાકભાજીના કેરેટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની 117 નંગ બોટલો કી.રૂ. 35,100નો જથ્થો હેરાફેરી દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના ગીડચ ગામની સીમમાં રાતાવીરડા તરફથી આવતા રસ્તે સ્મશાન નજીકથી સી.એન.જી.રીક્ષા રજી નં. જી.જે.-13-એ.વી.-3432માં ગેરકાયદેસર રીતે પ્લા.ના શાકભાજી ભરવાના કેરેટમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મી.લી.ની બોટલો નંગ-117, કિ.રૂ. 35,100નો જથ્થો વેંચાણ અર્થે રાખી હેરાફેરી દરમ્યાન આરોપી દિનેશભાઇ જેશીંગભાઇ કુરતીયા (ઉ.વ. 31, રહે. મફતીયાપરા, જોગણી માતાજીના મંદિર પાસે, શેરી નં.-3, સુરેન્દ્રનગર) કુલ મુદામાલ કિ.રૂ. 1,05,100 સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20200320-WA0004-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!